Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

ટંકારા અને વાંકાનેર બેઠક પર કોંગ્રેસે સીટીંગ ધારાસભ્યને ટીકીટ આપી, મોરબીનું કોકડું ગૂંચવાયું ?

ટંકારા બેઠક પરથી લલિત કગથરા, વાંકાનેરથી પીરઝાદા ચુંટણી લડશે.

મોરબી :  વિધાનસભા ચુંટણી જંગ માટે રાજકીય પક્ષો ઉમેદવારોની પસંદગી કરી રહ્યા છે જેમાં ભાજપ બાદ ગુરુવારે મોડી રાત્રીના કોંગ્રેસે પણ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી જેમાં ટંકારા અને વાંકાનેર બેઠક પરથી બંને સીટીંગ ધારાસભ્યને ટીકીટ આપવામાં આવી છે તો મોરબી બેઠક માટે નામની જાહેરાત કરી નથી જેથી નવી ચર્ચાએ જોર પકડ્યું છે
કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે જેમાં વાંકાનેર વિધાનસભા બેઠક પરથી મહમદ જાવીદ પીરઝાદા અને ટંકારા બેઠક પરથી લલિત કગથરાને ટીકીટ આપી છે બંને ઉમેદવારો હાલના જે તે બેઠકના સીટીંગ ધારાસભ્ય છે આમ કોંગ્રેસે બંને સીટીંગ ધારાસભ્યને ટીકીટ આપી છે જોકે જેની આતુરતાથી રાહ જોવાતી હતી તે મોરબી બેઠક માટે કોંગ્રેસે ઉમેદવારના નામની જાહેરાત કરી નથી ત્યારે મોરબીની બેઠક પર કોકડું ગૂંચવાયું છે કે શું તેવી ચર્ચા જોવા મળી રહી છે તો મોરબી બેઠક માટે જયંતીભાઈ પટેલ અને કિશોર ચીખલીયાનું નામ ચાલી રહ્યું છે જોકે પક્ષ કોને ટીકીટ આપે છે તે જોવું રહ્યું.

(6:49 pm IST)