Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

મોરબી – માળીયા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર તરીકે જેન્તીભાઇ પટેલ ફાઇનલ.

-ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા તૈયારી કરવા ટેલિફોનિક સૂચના અપાઈ : એનસીપી ગઠબંધનને લઈ ઉમેદવાર નક્કી કરવામાં ઢીલ

 મોરબી : 65-મોરબી – માળીયા બેઠક ઉપર અંતે કોંગ્રેસે ઉમેદવાર ફાઇનલ કર્યા છે. કોંગ્રેસ દ્વારા ભાજપના પાટીદાર ઉમેદવાર સામે પાટીદાર ઉમેદવાર એવા જેન્તીભાઇ જેરાજભાઈ પટેલને છઠ્ઠી વખત આ બેઠક ઉપર મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
મોરબી જિલ્લામાં ભાજપનો ગઢ ગણાતી 65-મોરબી માળીયા બેઠક ઉપર આ વખતે આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલવાનું નિશ્ચિત છે ત્યારે સૌ પ્રથમ આપ બાદ ભાજપે ઉમેદવાર જાહેર કરી દીધા છે અને બન્ને પક્ષના ઉમેદવારોએ આજે ઉમેદવારીપત્ર પણ રજૂ કરી દીધા છે ત્યારે હજુ સુધી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા મોરબીના ઉમેદવાર જાહેર કરાયા ન હોય આ અંગે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જેન્તીભાઇ જેરાજભાઈ પટેલનો ટેલિફોનિક સંપર્ક કરતા એનસીપી ગઠબંધનને કારણે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં વિલંબ થયો હોવાનું જણાવી મોરબી -માળિયાના સત્તાવાર ઉમેદવાર તરીકે તેઓનું નામ ફાઇનલ થયાનું જણાવ્યું હતું

(6:47 pm IST)