Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

‘અચૂક મતદાન કરીશ': ધોરાજીના ૧૦૬ વર્ષના રળિયાતબેન માકડીયા

ટપાલ મતપત્રની સુવિધાનો ઉપયોગ કરી યુવા મતદારો માટે પ્રેરણા બનતાં રળિયાતબેન મતદાન કરી પોતાની ફરજ નિભાવશ

રાજકોટ તા.૧૧ : આગામી ગુજરાત વિધાનસભાની સામાન્‍ય ચૂંટણી-૨૦૨૨ માં વયોવળદ્ધ, અશક્‍ત, ચાલી ન શકતા કે કોઈ કારણોસર મતદાન મથક સુધી ન પહોંચી શકનાર વ્‍યક્‍તિઓ માટે ટપાલ મતપત્રની સુવિધા ચૂંટણી તંત્રે ઉપલબ્‍ધ કરાવી છે. ૭૫ - ધોરાજી વિધાનસભા મતક્ષેત્રમાં ભાયાવદર, તા. ઉપલેટાના રહેવાસી ૧૦૬ વર્ષના વયોવળદ્ધા મહિલા રળિયાતબેન નાથાભાઈ માકડિયાના ઘરે બૂથ લેવલ ઓફિસર પી. ડી. ગોસ્‍વામી પહોંચ્‍યાં હતાં અને ટપાલ મતપત્રનું જરૂરી ફોર્મ ૧૨-ડી ભરાવ્‍યું હતું.
રળિયાતબેન ઉત્‍સાહપૂર્વક ટપાલ મતપત્રનું ફોર્મ ભરીને યુવા મતદારો માટે પણ પ્રેરણારૂપ બન્‍યા હતા. આ ઉમદા કામગીરી ૭૫-ધોરાજી વિધાનસભા મતદાર વિભાગના ચૂંટણી અધિકારી અને -ાંત અધિકારી જે.એન.લીખીયાના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવી હતી.
દરેક વ્‍યક્‍તિને મળેલા મતદાન અધિકારથી મહત્તમ મતદાન થાય, મતદાન કરવાથી કોઈ બાકાત ના રહે તેવા ભાવથી જિલ્લાનું ચૂંટણી તંત્ર એક્‍શન મોડમાં કામ કરી રહ્યું છે. હાલ ટપાલ મતપત્ર માટે જરૂરી ફોર્મ-૧૨ ડી જરૂરિયાત ધરાવતા મતદારોને ઘરે પહોંચાડવામાં આવી રહ્યા છે.(સંકલન : ભાવિકા લીંબાસીયા)

 

(3:57 pm IST)