Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

પાકિસ્‍તાન મરીન સિક્‍યુરીટી દ્વારા કચ્‍છની જખૌ જળસીમાએ ૧ ભારતીય બોટનું ૬ માછીમારો સાથે અપહરણ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૧ : કચ્‍છની જખૌ જળસીમાએ ફિશીંગ કરતી ભારતીય એક બોટનું ૬ માછીમારો સાથે પાકિસ્‍તાન મરીન સિક્‍યુરીટીએ અપહરણ કરી ગયેલ છે.
જખૌ જળસીમાની અંદર પાક મરીન સિક્‍યુરીટી ઘુસી જતાં ફિશીંગ કરતી ભારતીય બોટોના માછીમારોમાં ફફડાટ વ્‍યાપી ગયો હતો અને પાકિસ્‍તાન મરીન સિક્‍યુરીટીએ ભારતીય બોટ સાથે ૬ માછીમારોનું અપહરણ કરી ગયેલ છે. અન્‍ય ભારતીય બોટો જળસીમાએથી નાશી જતાં અપહરણથી બચી ગયેલ છે.

 

(3:27 pm IST)