Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

પોરબંદરની ફિશીંગ બોટમાં ઉના પંથકના ખલાસીનો ગળા ફાંસો ખાઇને આપઘાત

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા.૧૧ : મુળ ઉના પંથકના વતની અને પોરબંદરમા ફિશીંગ બોટમાં કામ કરતા ખલાસીએ અગમ્ય કારણસર બોટના એન્જીન રૃમમાં જઇ આપઘાત કરી લીધો હતો

મુળ ઉના તાલુકાના એલમપુરના વતની અને હાલ પોરબંદરમાંફિશીંગ બોટમાં કામ કરતા લાખાભાઇ માંડણભાઇ (ઉ.ર૧) નામના ખલાસીએ કોઇ અગમ્યકારણ બોટના એન્જીની રૃમમાં ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધી હતો.

આ બનાવની હાર્બટ મરીન પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પી.એસ.આઇ. કે.આર. જાટીયા વધુ તપાસ ચલાવી રહેલ છે.

(1:31 pm IST)