Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

ટંકારા બેઠક ઉપર ૪ વખત ચૂંટણી લડેલા લલિતભાઇ કગથરાને કોંગ્રેસે ફરી ટિકિટ આપી

ટંકારા તા. ૧૧ : ૬૬ ટંકારા બેઠક ઉપર ચાર વખત વખત ચુંટણી લડેલા લલિત કગથરાને આ વખતે પક્ષના મેન્ડેટ સાથે ચુંટણી મેદાનમાં ઉતાર્યા છે.

૨૦૧૭મી હાર્દિક પટેલના ગુર્પ માથી લડયા અને જીત્યા એક વખત કોગ્રેસ સામે બાયો ચડાવી પતંગ પણ ઉડાવી ચુકયાં છે.ઙ્ગ

શંકરસિંહ વાઘેલાના જુર્થીના કગથરા વાકચાતુર્ય થકી મતદારો પર ખાશી પકડ ધરાવે છે. વિપક્ષમા હોવાથી વિસ્તારને અનેક વિકટ સમસ્યા પણ સહન કરવી પડી.

પાંચ વર્ષ માં કહું એ મુજબ કરી ન શકયા હોય લોકોમાં નારાજગી પણ જોવા મળે છે ટંકારા પડધરી અને મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તાર આ બેઠકમાં આવે છે જેમા સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં બેઠકો જાળવી ન શકયા હોય આ વખતે મુશ્કેલી સર્જી શકે છે.ઙ્ગ

સહકારી ક્ષેત્રના ભિષમપિતા સ્વ વાધજી બોડા વિના આ વખતે કોગ્રેસના કગથરા મેદાનમાં ઉતરશે ત્યારે સહકારી ક્ષેત્રમાં સમસ્યા ઉભી થશે જે માથાના દુઃખાવા સમાન બની રહશે. (જયેશ ભટ્ટાસણા - ટંકારા)

(1:29 pm IST)