Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

શનિવારે ભાલછેલ સ્‍થિત વર્ણીવન આશ્રમે હનુમાનજી મંદિર, યાત્રિક ભૂવન અને યજ્ઞ શાળાનું ભૂમિ પૂજન, શાકોત્‍સવ, લોકડાયરો

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા.૧૧ : સાસણ નજીકના ભાલછેલ ખાતે વર્ણીવન આશ્રમનું નિર્માણ થવા જઈ રહ્યુ છે. આ અવસરે કેસરી નંદન હનુમાનજી મંદિર, યાત્રિક ભૂવન અને ભોજન શાળા તેમજ યજ્ઞ શાળાનું ભૂમિ પૂજન તેમજ દિવ્‍ય શાકોત્‍સવ તથા લોકડાયરો શનિવારના રોજ રાખવામાં આવેલ છે.

આયોજકશ્રી જયકળષ્‍ણ સ્‍વામીના જણાવ્‍યા મુજબ મહોત્‍સવના અધ્‍યક્ષ સ્‍થાને કોઠારી સ્‍વામી નારાયણપ્રિયદાસજી (કાલવાણી) ઉપસ્‍થિત રહેશે.

મહોત્‍સવનું દિપ પ્રાગટય અખિલ ભારતીય સંત સમિતી ગુજરાતના અધ્‍યક્ષ શ્રી નૌતમ પ્રકાશદાસજી- વડતાલ, શ્રી વેદનંદનદાસજી- જૂનાગઢ, શ્રી ચંદ્રપ્રકાશદાસજી- દ્વારકા, શ્રી સત્‍યપ્રકાશાદાસજી- માંગરોળ અને રૂદ્રેશ્વર જાગીર આશ્રમ-ભવનાથના મહંત શ્રી ઈન્‍દ્રભારતીબાપુ કરશે.

આ પ્રસંગે ચાંપરડાના સંત પૂ.શ્રી મુકતાનંદબાપુ, ઉનાના સ્‍વામી શ્રી માધવદાસજી, ગરાળના શ્રી અમરગીરીબાપુ, હિમાચલના શ્રી અંગદગીરીબાપુ, વડીયાના સદ્‌ગુરૂસ્‍વામી શ્રી રામકળષ્‍ણદાસજી, પંચાળાના શ્રી ઘનશ્‍યામ ચરણદાસજી અને જુનાગઢના શ્રી ભગવત જીવનદાસ સ્‍વામી આર્શિવાદ પાઠવશે.

આ અવસરે લોએજના સદ્‌ગુરૂ સ્‍વામી હરિપ્રકાશદાસજી અને જૂનાગઢના કોઠારી સ્‍વામી પ્રેમસ્‍વરૂપદાસજી મંગલ પ્રવચન આપશે. સભા સંચાલક તરીકે ખીરસરાના પૂ.શ્રી ભક્‍તિપ્રકાશ દાસજી સ્‍વામી હાજરી આપશે.

યજ્ઞના આચાર્ય તરીકે સ્‍વામીનારાયણ મુખ્‍ય મંદિર જૂનાગઢના શાષાી રમેશચંદ્ર ત્રિવેદી સેવા આપશે.

આ પ્રસંગે સંતવળંદ તેમજ સાંસદ રાજેશભાઈ ચુડાસમા, પૂર્વ કેબીનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા, જૂનાગઢના પૂર્વ મેયર જયોતિબેન વાછાણી, જૂનાગઢ મનપા સ્‍ટેન્‍ડીંગ ચેરમેન હરેશભાઈ પરસાણા, જેડીસીસી બેન્‍કના ડાયરેકટર ભુપતભાઈ હિરપરા, જિલ્લા પંચાયતના સભ્‍ય વિનુભાઈ બુસા તથા તાલાલા પાલિકાના ઉપ-મુખ અમિતભાઈ ઉનડકટ ઉપરાંત ગુજરાત રાજયના દિવ્‍યાંગ વિભાગના કમિ‘ર વી.જે.રાજપુત, ઉનાના ડે.કલેકટર જવલંત રાવલ, મામલતદાર તેજસ જોષી, ડીવાયએસપી પટ્ટણી તથા શ્રી ટાંક, એસીએફ ટીલાળા સહિતના અધિકારીઓ પણ ઉપસ્‍થિત રહેશે.

તા.૧ર સવારે ૮:૩૦ કલાકે મારૂતી યજ્ઞ તથા સાંજે પઃ૦૦ કલાકે ભૂમિ પૂજન રાખવામાં આવેલ છે. સાંજે પઃ૩૦ કલાકે ધમાલ નળત્‍ય યોજાશે. સાંજે ૬:૩૦ કલાકે અ.નિ.રવજીભાઈ શિવાભાઈ બુશાના સ્‍મર્ણાથે શાકોત્‍સવ તથા રાત્રે ૮ કલાકે સત્‍સંગ સભા યોજાશે. રાત્રીના ૯:૩૦ કલાકે રાજાભાઈ ગઢવી, અપેક્ષાબેન પંડયા અને મયુરભાઈ દવે સહિતના કલાકારો લોકડાયરો રાખવામાં આવેલ છે.

(1:28 pm IST)