Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

જૂનાગઢમાં માસુમ દિકરો રૂમમાં પુરાય જતા પતિએ આવી પત્‍નીને મારમાર્યો

સસરાએ પણ ગાળો કાઢી

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૧૧ : જૂનાગઢમાં માસુમ દિકરો રૂમમાં પુરાય જતા પતિએ આવી પત્‍નીને મારમાર્યો હોવાની અને સસરાએ ગાળો કાઢી હોવાની પોલીસમાં ફરિયાદ થઇ છે.

જૂનાગઢમાં જલારામ સોસાયટી સ્‍થિત પંચામૃત એપાર્ટમેન્‍ટમાં રહેતા ૩૨ વર્ષીય ડિમ્‍પલબેનનો દોઢ વર્ષનો દિકરો રમતા-રમતા રૂમમાં પુરાય ગયો હતો.

આ અંગે પરિણિતાએ પતિ પ્રફુલભાઇ વસંતભાઇને જાણ કરતા તેણે આવીને દિકરાને રૂમમાંથી બહાર કાઢવાને બદલે એપાર્ટમેન્‍ટના પાર્કીંગમાં પત્‍ની ડિમ્‍પલબેનને ઢીકાપાટુનો મારમાર્યો હતો. તેમજ સસરા વસંતભાઇ ભાયાણીએ ગાળો કાઢી હોવાની અને જેઠ મુકેશભાઇ તેમજ જેઠાણી અવનીબેનની ચઢામણીથી પતિએ ત્રાસ આપતા ડિમ્‍પલબેને ઘેનની ચાર ગોળી ખાય લીધી હતી. એટલું જ નહિ ડિમ્‍પલબેન સારવાર માટે નહિ લઇ જઇ ત્રાસ આપ્‍યા હોવાની ફરિયાદ મહિલાએ કરતા મહિલા પોલીસ સ્‍ટેશનમાં પી.એસ.આઇ એન.એ.શુકલએ તપાસ હાથ ધરી છે.

(1:27 pm IST)