Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

મોટા થાવરીયા ગામે થયેલ ઘરફોડીમાં બે કિશોરો, ૩ મહિલા સહિત ૬ ઝડપાયા : દાગીના લેનાર રૈયાના સોનીની પણ ધરપકડ

જામનગર,તા. ૧૧ : પોલીસ મહાનિરિક્ષક અશોકકુમાર રાજકોટ નાઓએ મિલ્‍કત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે સુચના આપેલ હોય જેથી જામનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ એસ.સી.બી.ને વણશોધયેલ મિલ્‍કત સંબંધી ગુનાઓ શોધી કાઢવા સુચના આપેલ. જે અન્‍વયે એલ.સી.બી.પો.ઇન્‍સ. જે.વી.ચૌધરીના માર્ગદર્શન મુજબ સબ કોન્‍સ. આર.કે. કરમટા તથા પો.સબ.ઇન્‍સ. એસ.પી.ગોહિલ તથા એલ.સી.બી.ના માણસો વણશોધાયેલ મિલ્‍કત સંબંધી ગુનાઓ શોધી કાઢવા અંગે જામનગર શહેર વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતા.

ફરિયાદી નિતેશભાઇ પ્રેમજીભાઇ જાગાણી રહે. મોટા થાવરીયા વાળાના રહેણાંક મકાનમાં કોઇ અજાણ્‍યા ઇસમો દરવાજાના તાળુ તતોડી મકાનમાંથી સોનાના ચાંદીના દાગીના રોકડ મળી રૂપિયા ૭૭,૫૦૦ મુદ્દામાલની ચોરીનો બનાવ વણશોધાયેલ હતો.

દરમ્‍યાન એલ.સી.બી. સ્‍ટાફના કિશોરભાઇ પરમાર, ઘનશ્‍યામભાઇ ડેરવાળીયા, વનરાજભાઇ મકવાણા તથા ધાનાભાઇ મોરીને સંયુકત બાતમી આધારે આરોપી (૧) રોહિત રાજુભાઇ મકવાણા, (૨) પિયુષ ઉર્ફે જમનાદાસ જગડા (૩) સંગીતાબેન ઉર્ફે ભુરી રાજુભાઇ મરાઠી (૪) લક્ષ્મીબેન ઉર્ફે લખી મુકેશભાઇ જખારીયા (૫) અનસોયા ઉપેન્‍દ્રભાઇ મુખરજી તથા બે કાયદાથી સંઘર્ષિત કિશોરનોઓને જામનગર ચાંદી બજાર પાસેથી હસ્‍તગત કરી. ચોરીમાં ગયેલ સોના-ચાંદીના દાગીના સેકડ કબ્‍જે કરી કાયદેસરની કાર્યવાહી. પકડાયેલ આરોપીઓ રોહિત રાજુભાઇ મકવાણા દાતણીયા રહે. ખોડીયાર કોલોની ખેતીવાડી ફાર્મ દશામાના મંદિર પાસે, પિયુષ ઉર્ફે રવિભાઇ જમનાદાસ સોની રહે. પામયુનિવર્સ, કોમ્‍પલેક્ષ રૈયા ગામ રાજકોટ (ચોરીનો મુદ્દામાલ રાખનાર), સંગીતાબેન ઉર્ફે ભુરી રાજુભાઇ નાદેવભાઇ રહે. ટાઉન હોલ, ફુટપાથ, લક્ષ્મીબેન ઉર્ફે લખી મુકેશભાઇ જખારીયા રહે. ધ્રોલ લતિપુર રોડ દેવીપૂજક વાસ, તા.ધ્રોલ, અનસોયાબેન ઉપેન્‍દ્રભાઇ ઉર્ફે કાલુ કાનાભાઇ મુખરજી રહે. જામનગર ગુરુદ્વાર સર્કલ જલારામનગર, રબારી વાસ બે કાયદાથી સંઘર્ષિત કિશોર સામે કરી છે.

જ્‍યારે સોના દાગીના વિંટી પેંડલ, ઓમકાર, સોનાનો ચેઇન, સોનાની નથળી જે આશરે ૩૩ ગ્રામ રૂા. ૧,૪૯,૨૦૦, ચાંદીના દાગીના ૨૮૭ કિ.રૂા.૧૫,૦૦૦, રોકડ રૂપિયા ૨૯,૦૦૦, ઓટો રીક્ષા જીજે.૧૦ટીડબ્‍લ્‍યુ૭૬૧૯ કિ.રૂા.૧,૦૦,૦૦૦ (ટોટલ રીકવર મુદ્દામાલ રૂપિયા ૨,૯૩,૨૦૦) કબ્‍જે કરેલ છે.

ઉપરોકત કામગીરી એલ.સી.બી. પો.ઇન્‍સ. જે.વી.ચૌધરીની સુચના મુજબ તથા પો.સબ.કોન્‍સ. આર.કે.કરમટા, એસ.પી. ગોહિલનાઓ તથા એલ.સી.બી. સ્‍ટાફના સંજયસિંહ વાળા, માડણવાળા વસરા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, અશોકભાઇ સોલંકી, નાનજીભાઇ પટેલ, ભગીરથસિંહ સરવૈયા, હીરેનભાઇ વરણવા, દિલીપભાઇ તલવાડીયા, શરદભાઇ પરમાર, યશપાલસિંહ જાડેજા, હિતેન્‍દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ફીરોજભાઇ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઇ મોરી, નિર્મળસિંહ એસ.જાડેજા, ઘનશ્‍યામભાઇ ડેરવાડીયા યોગરાજસિંહ રાણા, કિશોરભાઇ પરમાર, અજયસિંહ રાકેશભાઇ ચૌહાણ, ધર્મેન્‍દ્રસિંહ જે. જાડેજા, બળવંતસિંહ પરમાર, સુરેશભાઇ માલકીયા, ભારતીબેન ડાંગર, ડ્રાયવર ધર્મેન્‍દ્રસિંહ જાડેજા તથા દયારામ ત્રિવેદી દ્વારા કરવામાં આવેલ છે.

(1:24 pm IST)