Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

લાઠીમાં યુવતીનો સોશ્‍યિલ મિડીયામાં ફોટો મુકતા સાઇબર ક્રાઇમમાં ફરિયાદ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૧૧ : લાઠીમાં રહેતી યુવતીના ઇનસ્‍ટ્રાગ્રામ એકાઉન્‍ટ ધારકે સોશયલ મીડીયા તથા ઇન્‍ટરનેટના માધ્‍યમથી ફોટા મેળવી યુવતીની જાણ બહાર ફોટાનો ખોટી રીતે ઉપયોગ કરી ઇન્‍સ્‍ટ્રાગ્રામ  એકાઉન્‍ટમાં પ્રોફાઇલ પીકચર તથા પોસ્‍ટમાં ફોટો મુકીને ગુનો કર્યાની યુવતીએ સાઇબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

મોત

ધારી મધુવન સોસાયટીમાં રહેતા હરેશકુમાર મનસુખલાલ ચંદારાણા ઉ.વ.૩૯ ને બેંકના સીસીના પૈસા ભરવાના બાકી હોય અન બેંક દ્વારા દુકાનને શીલ મારી દીધેલ હોય જેથી પોતાની લાગી આવતા પોતાના રહેણાંક મકાને અનાજમાં નાખવાનો ઝેરી પાવડર પી જતા દવાખાને ખસેડાતા સારવાર દરમિયાન મોત નીપજયાનું પ્રફુલભાઇ મનસુખભાઇ ચંદારાણાએ ધારી પોલીસમાં જાહેર કરેલ છે.

મૃત્‍યુ

રાજુલા તાલુકાના ધુળીયા આગરીયા ગામે ચાંચબંદર ગામની લાખુબેન ગણપતભાઇ શિયાળ ઉ.વ.રર થ્રેસરમાંથી માંડવીના તગારામાં ભરી એક જગ્‍યાએ ભેગી કરતા હતા તે સમયે અકસ્‍માતે તેમણે પહેરેલ ઓઢણી  થ્રેસરમાં આવી જતા માથામાં તેમજ ગળાના ભાગે ગંભીર ઇજા થતા સારવાર માટે દવાખાને ખસેડાયેલ જયાં સારવાર દરમિયાન મોત નીપજયાનું પતિ ગણપતભાઇ શિયાળે રાજુલા પોલીસમાં જાહેર કરેલ છે.

ઇજા

અમરેલી : અમરેલી તાલુકાના સરભંડા ગામે રહેતા પ્રવિણભાઇ રવજીભાઇ ઝાલા ઉ.વ.૪ર સરભંડા  ગામે બસ સ્‍ટેન્‍ડ નજીક આવેલ પુલ ઉપર બેઠા હતા. ત્‍યારે તા.૯-૧૧ના બપોરના ૧ વાગ્‍યે પુલ ઉપરથી નીચે પડી જતા માથામાં મુંઢ ઇજા થતા તેમજ નાકમાંથી લોહી નીકળી જવાથી મોત નીપજયાનું સુરેશભાઇ રવજીભાઇ ઝાલાએ અમરેલી રૂરલ પોલીસમાં જાહેર કરેલ છે.

ઇજા

નેસડી ગામના રાજુભાઇ મનસુખભાઇ પાનસેરીયા ઉ.વ.૩૪ તા.૧-૯ના રાત્રીના ૧૦.૩૦ કલાકે સાવરકુંડલાથી નેસડી એકટીવા જે ૦પ એનકયુ ૩૪૮૯નું લઇને જતા હતા. ત્‍યારે સાવરકુડ઼લા રોડ ઉપર મેલડી માતાજીના મંદિર પાસે સાવરકુંડલાના હાલ અમદાવાદ આનંદ નવનીતભાઇ હરીયાણી પોતાની ફોર વ્‍હીલ જીજે ૦૧ ડબલ્‍યુ જી ૮રર૪ પુર ઝડપે અને બે ફીકરાઇથી ચલાવી એકટીવા સાથે ભટકાવી પેટમાં તથા જમણા પગમાં ગંભીર ઇજા પહોંચાડયાની સાવરકુંડલા રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

(1:22 pm IST)