Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

મોરબી પુલ દુર્ઘટનાઃ રાજકોટમાં ઇદે ગૌષીયાનું જુલુસ મોકૂફ રાખતા-જબરો પ્રતિસાદ : મર્હુમોને ખીરાજે અકીદત પેશ કરવા હુબલીશા કબ્રસ્તાન ખાતે મિલાદ-શરીફનો કાર્યક્રમ : વિશાળ હાજરી : આભાર માનતા અજમેરી

રાજકોટ : યાદે ગૌષુલવરા કમેટીના આયોજક મહેબુબભાઇ અજમેરીની યાદીમાં જણાવાયું છે કે જશને ગ્યારવી શરીફના મોકા પર દર વર્ષે પરંપરાગત રીતે હુઝુર ગૌષેઆઝમની શાનમાં શાનદાર જુલુસ નિકળે છે. પરંતુ આ વખતે મોરબી દુર્ઘટનાના કારણે જુલુસ મોકૂફ રાખી મોરબી દુર્ઘટનામાં ઇન્તેકાલ થયેલ મર્હુમોના ઇસાલે સવાબ અર્થે સોમવારે રાત્રીના રાજકોટના હુબલીશા કબ્રસ્તાન ખાતે મર્હુમો માટે મિલાદ શરીફનો કાર્યક્રમ રાખવામાં આવેલ. મોરબી દુર્ઘટનામાં નાના બાળકો, વડીલો, બુર્ઝુગો,મહીલાઓએ પોતાના જીવ ગુમાવ્યો હતોે અને મિલાદ શરીફમાં બેઠેલ મુસ્લિમ ભાઇઓમાં ગમનું વાતાવરણ છવાઇ ગયું હતું. આ તકે મર્હુમની મગફેરત માટે દુવાઓ માંગવામાં આવેલ અને મતૃકોના પરિવાર વાર ને શબ્રે જમીલ અતા કરે તેવી ખુદા પાસે દુવા માંગવામાં આવેલ. (આમીન) અને મોરબી દુર્ઘટનાના મૃતકોને શ્રધ્ધાંજલી પાઠવવામાં આવેલ. વધુમાં જણાવવાનું કે યાદે ગૌષુલવરા કમેટી દ્વારા રાજકોટના રાજમાર્ગો ઉપરથી નિકળતુ ઇદે ગૌષીયાનું જુલુસ અને સદર વિસ્તારનુ જુલુસ પણ મોકૂફ રાખવામાં આવ્યું હતું. ઉપરોકત કાર્યક્રમ યાદે ગૌષુલવરા કમેઠી દ્વારા રાખવામાં આવેલ હતોે. જેના મુખ્ય આયજકોમાં મુખ્ય સંચાલક મહેબુબાઇ અજમેરી, સૈયદ ઓઝાજબાપુ બુખારી, હબીબભાઇ કટારીયા, પુનુશભાઇ જુણેજા, રજાકભાઇ જુણેજા, હાજી ફારૃકભાઇ બાવાણી, ફિરોજભાઇ અજમેરી, ફારૃકભાઇ મુસાણી, રિયાઝ સોરા, ઇકબાલભાઇ બેલીમ, ગફારભાઇ ખલીફા, યુસુફભાઇ કુરેશી વિગેરે હાજર રહ્યા હતા. અંતમાં યાદે ગૌષુલવરા કમેટી તરફથી મુસ્લિમ સમાજનો આભાર માનેલ હતોે.

(1:21 pm IST)