Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

જેતપુરમાં ભાજપે તેના ઉમેદવાર તરીકે જયેશભાઇને ફરી રીપીટ કરતા કાર્યકરોમાં ભારે ઉત્‍સાહઃ વિજયોત્‍સ્‍વ જેવો માહોલ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૧૧ :.. આગામી વિધાનસભાની ચૂંટણીમાં જેતપુર - જામકંડોરણા બેઠકના ઉમેદવાર તરીકે ભાજપે જયેશભાઇ રાદડીયાને ફરી રીપીટ કરતા કાર્યકર્તાઓમાં ભારે ઉત્‍સાહ જોવા મળ્‍યો હતો. ટીકીટ મળતા જયેશભાઇ ગઇકાલે સાંજે કાર્યકર્તાઓને મળવા તીનબતી ચોક ખાતે આવતા કાર્યકર્તાઓના ટોળેટોળા ઉમટી પડયા હતાં. ટીકીટ મળતા જ ફટાકડાની આતશબાજી કરી મોં મીઠા કરાવી વિજયોત્‍સવ  જેવો માહોલ બની ગયો હતો. કાર્યકર્તાઓએ જયેશભાઇને ખંભે બેસાડી જંગી લીડથી જીતવાનું રણશીંગુ ફુકી દીધુ હતું.

આ કાર્યક્રમમાં જેન્‍તીભાઇ રામોલીયા, સુરેશભાઇ સખરેલીયા, ગોરધનભાઇ ધામેલીયા, રાજૂભાઇ ઉસદડીયા, રમાબેન મકવાણા, કિશોરભાઇ શાહ, સહિતના બહોળી સંખ્‍યામાં જોડાયા હતાં.

(1:19 pm IST)