Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

અમરેલી જીલ્લાના ચાર બુટલેગરોને પાસા તળે જેલ હવાલે કરાયા

 અમરેલી : જિલ્લા મેજિસ્‍ટ્રેટશ્રી ગૌરાંગ મકવાણાએ ચાર ઇસમોના પાસા વોરંગ ઈસ્‍યુ કરતા, અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહની સુચના મુજબ અમરેલી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ. એ.એમ.પટેલ તથા એલ.સી.બી. ટીમ દ્વારા ચારેય ઇસમોને પાસા વોરંટની બજવણી કરી. જીતુભાઇ લખુભાઇ ખાખડીયા (ઉવ.૪૫) રહે. અમરેલી રોકડીયાપરા લાજપોર, લક્ષ્મીનારાયણનગરને સુરત, શબ્‍બીર ઉર્ફેશ શબુભાઇ આમનભાઇ નાયા (ઉવ.૩૭) રહે. દલખાણીયા, તા.ધારીને પાલનપુર જિલ્લા જેલ, દીલીપ ઉર્ફે દીપુ ઓઢાભાઇ સાભાડ, (ઉવ.૨૬) રહે.ભરડ, તા.ધારીને અમદાવાદ તથા તોસીફ ઇનાયભાઇ સીંધી, (ઉવ.૨૬) રહે. જુની બજાર, વલીનગરી આવાસની બાજુમાં કરજણ, તા. કરજણને જેલ હવાલે કરેલ છે.

(1:13 pm IST)