Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

વિસાવદરની બેઠક પર કરશનભાઈ વાડોદરિયાના નામની જાહેરાત થતા જ કોંગી-કાર્યકરો મોડી રાત્રે શુભેચ્‍છા આપવા નિવાસસ્‍થાને દોડી ગયા

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૧૧ : સમગ્ર રાજ્‍યમા રાજકીય દ્રષ્ટીએ હંમેશા ધ્‍યાનાકર્ષક રહેતી વિસાવદર-ભેસાણની બેઠક પર સૌપ્રથમ આમ આદમી પાર્ટીએ ભુપતભાઈ ભાયાણીના નામની ઉમેદવાર તરીકે જાહેરાત કરી,ત્‍યારબાદ ગઈકાલે દિવસના ભાજપના ઉમેદવાર તરીકે પૂર્વ ધારાસભ્‍ય હર્ષદભાઈ રીબડીયાના નામની જાહેરાત થઈ અને મોડી રાત્રે કોંગ્રેસના ઉમેદવાર તરીકે કરશનભાઈ વાડોદરિયાના નામની સત્તાવાર જાહેરાત થતા આ બેઠક પર  હવે ત્રિપાંખિયો જંગ નિヘતિ છે.

કોંગ્રેસના ઉમેદવારોની સત્તાવાર યાદી ગઈકાલે મોડીરાત્રે બહાર પડી હતી.જેમા વિસાવદર-ભેસાણના ઉમેદવાર તરીકે કરશનભાઈ વાડોદરિયાના નામની જાહેરાત થતા જ મોડીરાત્રે વાડોદરિયાના નિવાસસ્‍થાને શુભેચ્‍છા આપવા કોંગ્રેસના આગેવાનો-કાર્યકરો દોડી ગયા હતા અને મોં મીઠા કરી હર્ષ વ્‍યકત કરાયો હતો.કોંગ્રેસના ઉમેદવાર  કરશનભાઈ વાડોદરિયા તથા તેમના ધર્મપત્‍નિ-જિલ્લા પંચાયતના સદસ્‍ય શ્રીમતિ ચંદ્રિકાબેન વાડદોરીયાએ આત્‍મિય લાગણી બદલ સૌનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

દરમિયાન જાણવા મળતી વિગતો અનુસાર વિસાવદર-ભેસાણની બેઠક પરના ભાજપના ઉમેદવાર હર્ષદભાઈ રિબડીયા આજે બપોરે ૧૨:૩૯ના શુભ મુહૂર્તમા ઉમેદવારીપત્ર ભરી રહ્યા છે,તે પૂર્વે ગૌરક્ષણ પાંજરાપોળના વિશાળ પટાંગણમાં જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલની ઉપસ્‍થિતમા ભાજપના આગેવાનો-કાર્યકર્તાઓની બેઠકનુ આયોજન કરાયુ છે.

(1:13 pm IST)