Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

જૂનાગઢમાં પિસ્‍તોલ સાથે જયેશ ઉર્ફે ઇલુને પોલીસે ઝડપી લીધો

જૂનાગઢ,તા. ૧૧ : ઉપરકોટ રોડ, ફુલીયા હનુમાન મંદિરની બાજુમાં રહેતો જયેશ ઉર્ફે ઇલુ અશોકભાઇ ગાંગડીયા જે ગે.કા. હથીયાર રાખી જૂનાગઢ દાતાર રોડ પર આવેલ ફાયર બ્રિગેડની ઓફીસની પાછળ ઉભેલ છે. અને તેમની પાસે ગે.કા. હથીયાર હોવાની બાતમી મળેલ જે આધારે ફાયર બ્રિગેડની ઓફીસના પાછળના ભાગેથી પકડી અંગઝડતીમાંથી દેશી હાથ બનાવટની પિસ્‍ટલ નંગ-૧ મળી આવતા એ ડીવીઝન પોલીસ સ્‍ટેશનને ખાતે હથિયારધારા મુજબ ગુન્‍હો રજી.કરાવેલ છે.

એસ.ઓ.જી.ના પો.ઇન્‍સ. એ.એમ.ગોહિલ તથા એ.એસ.આઇ એમ.વી.કુવાડીયા, સામતભાઇ બારીયા તથા પો. હેડ કોન્‍સ. અનિરૂધ્‍ધસિંહ વાંક, મજીદભાઇ પઠાણ, પરેશભાઇ ચાવડા, રવિકુમાર ખેર, જયેશભાઇ બકોત્રા તથા પો.કોન્‍સ. રવિરાજ વાળા, વિશાલભાઇ ડાંગર વિગેરે સ્‍ટાફ આ કામગીરીમાં જોડાયેલ હતો.

(2:24 pm IST)