Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

૫ોરબંદરમાં કેશવ કો.ઓપરેટીવ સોસાયટીના સભાસદોનાં અભ્યાસ વર્ગ સાથે સહકાર સપ્તાહની ઉજવણીઃમિલનોત્સવ યોજાયો

પોરબંદર તા.૧૧: કેશવ કોઓપરેટીવ ક્રેડીટ સોસાયટીના સભાસદોનો અભ્યાસ વર્ગ અને સહકાર સપ્તાહ ઉજવણી અંતર્ગત આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૃપે ૨૫મો સભાસદોનો મિલોનોત્સવ ઉત્સાહભેર યોજાયો હતો.

જૂનાગઢની કેશવકો ઓપરેટીવ ક્રેડીટ સોસાયટીની સ્થાપના આર.એસ.એસના કાર્યકર્તા દ્વારા સને ૧૯૯૭માં કરવામાં  આવી હતી. આ સોસાયટીનો મુદ્રાલેખ છે. લોકહિતમ મમ કરણીયમ એટલે કે જનકલ્યાણ એજ મારું કર્તવ્ય છે. આ  સોસાયટી સમાજના આર્થિક રીતે નબળા લોકોને આર્થિક સહયોગ આપી આત્મનિર્ભર કરવા અને રાષ્ટ્રનો આર્થિક ઉન્નતિ કરવાનો છે. રાષ્ટ્રના સવાર્ગી ઉન્નતિનું કાર્ય કરી રહી છે છેલ્લા ૨૫ વર્ષથી લોક હિતના ધ્યેયમંત્ર સાથે જુનાગઢ જિલ્લા સહિત સૌરાષ્ટ્રમાં અગ્રિમ સ્થાન ધરાવતી આ જુનાગઢ કેશન કો.ઓપરેટીવ ક્રેડીટ સોસાયટી અને સહકાર ભારતીના સયુકત ઉપક્રમે અને પોરબંદરની કેશવ ક્રેડીટ શાળા દ્વારા પોરબંદરના પાંજરાપોળ સ્થિત આવેલ શ્રીદીપેશ હોલના બીજા માળે કોન્ફરન્સ હોલ ખાતે સભાસદોના મિલોનોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું

કેશવ કો.ઓપરેટીવ ક્રેડીટ સોસાયટીના બ્રાન્ચ મેનેજર રામભાઇ દાસ દ્વારા પ્રારંભમાં લોક હિતમ મમ કરણીયમ ધ્યેયમંત્રના  સમુહગાન દ્વારા થયો હતો

ક્રેડીટ સોસાયટીના સંયોજક વિપીનચંન્દ્ર કકકડે આવકાર ઉદબોધન કરતા જણાવ્યુ હતું કે જુનાગઢ જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ૨૩ જેટલી શાખા ધરાવતી આ કેશવ ક્રેડીટ સોસાયટી ગુજરાતમાં પ્રથમ આઇ.એસ.ઓ સર્ટીફિકેટ ધરાવે છે. ક્રેડીટ સોસાયટી ૨૫૦ કરોડ જેટલી ડિપોઝીટ ધરાવે છે તેના  નફાનો ઉપયોગ છેવાડાના લોકોના ઉત્કર્ષમાં વપરાય છે આથી ૨૫ વર્ષથી કામ કરતી સંસ્થા પ્રત્યે લોકોનો અતૂટ વિશ્વાસ રહયો છે આગલા વર્ષોમાં કેશવ ક્રેેડીટના સભાસદોને એટીએમ, ક્રેડીટકાર્ડ, નેટ બેકીંગ તથા મોબાઇલ બેંકીંગની સુવિધા પુરી પાડવા સંકલ્પ બદ્ધ છે. શૂન્ય એન.પી.એ ધરાવનાર સભાસદોને એકદમ વાજબી વ્યાજના દરે રૃપિયા ૧૦,૦૦૦થી લઇને ૫૦ લાખ સુધીની ૨૪ કલાકમાં ત્વરિત ધિરાણ આપે તે તેમ જણાવી ઉપસ્થિત સૌ મહાનુંભાવોને શબ્દ કુમકુમ વડે આવકાર્યા હતા

કેશવ કોઓપરેટીવ ક્રેડીટ સોસાયટીના પ્રભારી અને ડિરેકટર શ્રીવિનુભાઇ જાનીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા ૨૫માં સભાસદોના મિલનોત્સવમાં પોરબંદરના અગ્રણી ઉદ્યોગપતિ પદુભાઇ રાયચુરા, જાણીતા કેળવણીકાર અને ડો.વિ.આર.ગોઢાણીયા બી.એડ કોલેજના ડાયરેકટર ડો.ઇશ્વરલાલ ભરડા, માનવસેવા ઉત્કર્ષ અગ્રણી સમાજ સેવિકા શ્રીમતી હિરલબા જાડેજા, નગરપાલીકાના પૂર્વપ્રમુખ અને ખારવા સમાજના પૂર્વ વાણોટ શ્રીસુનિલભાઇ ગોહિલ, સત્યનારાયણ મંદિરના ટ્રસ્ટી ભરતભાઇ માખેચા, કેશવ ક્રેડીટ સોસાયટીના સ્થાપક અને સરકાર ભારતી પ્રદેશમંત્રી વિનોદભાઇ બરોચીયા, જાણીતા તબીબી ડો.સુરેશ ગાંધી વગેરે મહાનુભાવોના હસ્તે મંગલદીપ પ્રાગટય કરીને આ મિલનોત્સવને ખુલ્લો મૂકાયો હતો.

ઉદ્યોગપતિ પદુભાઇ રાયચુરા એ જણાવ્યુ હતુ કે ઉચ્ચ વિચારો સાથે દેશસેવાના માધ્યમ થકા છેવાડાના લોકોને આત્મનિર્ભર કરવામાં આ સોસાયટી શિરમોર માધ્યમ ગણાવી અભિનંદન પાઠવ્યા હતા.

છેલ્લા પચ્ચીસ વર્ષથી માનવ ઉત્કર્ષની પ્રવૃતિમાં અગ્રેસર પોરબંદર સ્વ.ભુરાભાઇ મુંજાભાઇ જાડેજા ચેરીટેબલ ટ્રસ્ટના મોભી શ્રીમતી હિરલબા જાડેજાએ જણાવ્યુ હતુ કે આ કેશવ ક્રેડીટ સોસાયટીએ નાના માણસની મોટી બેંક છે લોકોને આત્મનિર્ભર બનાવવામાં સક્રીય યોગદાન આપનાર આગામી વર્ષનું તેમનું વિઝન સાર્થક બને તેવી અભિલાષા સેવુ છું ડો.વિ.આર.ગોઢાણીયા બી.એડ. કોલેજના ડાયરેકટર અને જાણીતા કેળવણીકાર ડો.ઇશ્વરલાલ ભરડાએ કેશવ ક્રેડીટ સોસાયટી માત્ર બેંક નથી પણ લોક સેવાનો પર્યાય નવાજી આઇનું સ્વતંત્ર અસ્તિત્વ ખોવાય જાય છે ત્યારે આઇડેન્ટી પ્રાપ્ત થાય છે સમય, શકિત અને સંપતિનો સદમાર્ગે સેવા કાર્યમાં ઉપયોગ થાય ત્યારે જ તેની સાર્થકતા છે.

નગર પાલીકાના અને ખારવા સમાજના પૂર્વ પ્રમુખ સુનિલભાઇ ગોહિલ જણાવ્યુ હતુ કે રાષ્ટ્રીય ભાવનાને અને ચરિત્રનિર્માણન ેબળવતર બનાવની કેશવ ક્રેડીટ સોસાયટીનો પરિવાર માનવધર્મ સેવાનો છે તેવી ભાવના સાથે સુપેરે નિભાવી રહી છે.

સોસાયટીના સ્થાપક ચેરમેન વિનોદભાઇ બરોચિયાએ જણાવ્યુ હતું કે આ સોસાયટી આર.એસ.એસની વિચારધારાને વરેલી છે નફો રળતા માટે નહી પણ નાના માણસોનો આત્મનિર્ભર બનાવવા અગ્રતા આપે છે સભાસદોને ૧૧થી ૧૫ ટકા ડિવીડન્ડ આપે છે. જુનાગઢ જિલ્લાના એક હજાર ગામડા અને દતક લઇ ગામને સમૃદ્ધ બનાવવા અને રોજગાર ધંધા વગર ન રહે તે માટે પ્રયત્ન શીલ છે સહભાગીતા એ કેશવ ક્રેડીટ સોસાયટીનો પાયો છે.

(1:11 pm IST)