Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

ભાવનગર નજીકથી ૫૫.૬૩ લાખનો ૧૦૮૯ પેટી દારૂ જપ્ત

ટ્રક સહિત રૂા.૬૪ લાખના મુદ્દામાલ સાથે ૨ શખ્સોને ઝડપી લેતી એલસીબી પોલીસ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૧ : ભાવનગરની એલ.સી.બી. પોલીસે ભાવનગર -અમદાવાદ શોટ રોડ પર ટોલનાકા નજીકથી વિદેશી દારૂનો જથ્થો ભરેલો આખો ટ્રક ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભાવનગર એલ.સી.બી. પોલીસને બાતમી મરેલ કે ટ્રકનંબર-GJ-13-AT ૬૩૬૯માં બહારનાં રાજયમાંથી ભારતીય બનાવટનો પરપ્રાંત ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ ટ્રક લઇને ધોલેરા તરફનાં રોડથી આવીને સનેસ ટોલનાકા પસાર કરવાનાં છે.જે માહિતી આધારે સનેસ ટોલનાકા પાસે વોચમાં રહેતાં આ ના ટ્રક  ડ્રાયવર તથા કલીનર  રામનિવાસ ખીયારામ બિ'ોઇ ઉ.વ.૪૫  રહે.વિષ્નુનગર, પોસ્ટ-વિરાવા, તા.સાંચોર જી.જાલૌર રાજસ્થાન  તથા    દિનેશ કુમાર કિશનારામ પવાર ઉ.વ.૨૩  રહે.સુદાબેરી તા.ગુડામાલાણી જી.બાડમેર, રાજસ્થાન નામના બે શખ્સોને વિદેશી દારૂ ના જથ્થા સાથે ઝડપી લીધા હતા.
પોલીસે ટ્રકમાંથી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂ ની પેટી  ૧૦૮૯ કિ. રૂ.૫૫૬૩૨૬૦ તેમજ ટાટા કંપનીનો ટ્રક,  મોબાઇલ,    રોકડ રૂ. ૩૧,૦૨૦ મળી કુલ કિ.રૂ. ૬૪,૧૪,૨૮૦/- નો મુદ્દામાલ ઝડપી લીધો હતો.
દરોડા ની આ કામગીરીમાં એલસીબી ના પોલીસ ઇન્સ. પી.બી.જાદવ તથા પો.સબ.ઇન્સ.  કે.એમ.પટેલ,  બી.એચ.શીંગરખીયા,  પી.બી. જેબલીયા સ્ટાફનાં અનિરૂધ્ધસિંહ ગોહિલ, વનરાજભાઇ ખુમાણ, વિઠ્ઠલભાઇ બારૈયા, ઘનશ્યામભાઇ ગોહિલ, સાગરભાઇ જોગદિયા, બીજલભાઇ કરમટીયા, સંજયભાઇ ચુડાસમા, બ્રિજરાજસિંહ ગોહિલ જોડાયા હતા.

 

(11:55 am IST)