Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

ગીતાબા જાડેજાની ટીકીટ માટેની ટ્રેટેજી સફળ બની

રાજકીય ત્રિપુટીને ફરી જશ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૧૧ : એક સમયે જયરાજસિહ જાડેજાના  સલાહકાર સાથી ગણાતા જયંતિભાઈ ઢોલના રાજકીય અસ્ત બાદ ઉદય પામેલી ત્રિપુટી અશોકભાઈ પિપળીયા,અલ્પેશભાઈ ઢોલરીયા અને પ્રફુલભાઈ ટોળીયાની પોલીટીકલ ટ્રેટેજી ગીતાબા જાડેજા ની ટીકીટ મેળવવા મા ફરી એકવાર સફળ બની છે. હાલમાં જયરાજસિહ જાડેજાની''અંગત'' ગણાતી આ ત્રિપુટી ગત ધારાસભાની ચુંટણી થી લાઇમ લાઇટ બન્યા પછી નગર પાલીકા, જીલ્લા તાલુકા પંચાયત અને માર્કેટ યાર્ડની ચુંટણીના જબરદસ્ત પરિણામો પછી ગોંડલના રાજકારણમાં ''હેવીવેઇટ'' બની હતી. વર્તમાન ચુંટણી મા પણ ગીતાબા જાડેજા ની ટીકીટ મેળવ્યા થી લઈ આગામી ''રણનીતિ''માં આ ત્રિપુટી અગ્રેસર રહેશે એ વાત નિશ્ચિત મનાય છે.

 

(11:51 am IST)