Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

વાંકાનેરમાં જામ્‍યો ત્રિપાંખીયો જંગ

આ વેળા કોણ બાજી મારશે? તે કહેવું બન્‍યુ મુશ્‍કેલ, અટળકો અનેક

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ૧૧ :.. ભાજપ ઉમેદવાર અંગે અનેક સંશયો બાદ જીતુભાઇ સોમાણીનું જ નામ નિヘતિ થતા હવે ઉદભવેલા સમીકરણોને જોતા ૬૭-વાંકાનેર બેઠકમાં એવો ત્રિપાંખીયો જંગ નિヘતિ બન્‍યો છે કે, ભાજપ-કોંગ્રેસ કે આપ ? તેમાંથી કયા પક્ષનો ઉમેદવાર બાજીમારીને વિજેતા બનશે ? એ કહેવું હાલની સ્‍થિતિએ મુશ્‍કેલ બન્‍યું છે.

વાંકાનેર બેઠક માટે ત્રણેય ઉમેદવારો અંગે લોકોમાં ચર્ચાતા તારણો જોઇએ તો, ભાજપ માટે અગાઉ કોળી સમાજે તેના ઉમેદવારની માંગણી બુલંદ કરી હતી પરંતુ પક્ષે સોમાણી પર પસંદગીનો કળશ ઢોળતા કોળી સમાજ ઉપરાંત પક્ષમાંથી જ તેના વિરોધી પરીબળો પુરો ભાગ ભજવશે. કોંગ્રેસ સામે સતત ત્રણ વખત પરાજય પામી ચુકેલા જીતુભાઇને ચોથી વખત ઉમેદવાર તરીકે ઉતારી પક્ષે જોખમ એ આશા એ લીધુ છે કે, આ એક જ જીતી શકે તેવા ઉમેદવાર છે.

કોંગ્રેસના જાવેદ પીરઝાદા અંગે એવી લોકચર્ચા સંભળાય છે કે, તેઓ ત્રણ વખત સતત હેટ્રિક સાથે જીતતા ઉમેદવાર છે. પરંતુ ગત ચૂંટણીમાં ૧૩૬૧ મતોની પાંખી લીડથી જીત્‍યા હોવા ઉપરાંત આ વેળા ‘આપ' ના ઉમેદવાર કોળી જ્ઞાતિના હોઇ, કોળી મતોનું વિભાજન અટકશે તો કોંગ્રેસ માટે લોઢાના ચણા સાબિત થઇ શકે છે.

આમ આદમી પાર્ટીના કોળી ઉમેદવાર સોરાણી નવો ચહેરો પણ કિલન ઇમેજ ધરાવતા હોવા ઉપરાંત આ બેઠકમાં કોળી મતોની સંખ્‍યા સૌથી વિશેષ છે. કેજરીવાલ ખુદ પણ પ્રચાર મેદાનમાં આવી ચુકેલા છે. આવનારા દિવસોમાં કેવા રાજકીય સમીકરણો ઉદભાવે છે. ? તે પર જીતનો આધાર રહે છે.

(11:50 am IST)