Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

ધોરાજીમાં દારૂ સાથે બે ઝડપાયા

ધોરાજી,તા.૧૧ : પીઆઈ એ બી ગોહીલના માર્ગદર્શન તળે પોલીસ કોન્‍સ્‍ટેબલ સુરેશભાઈ કોડીયાતર સહિતનો પોલીસ સ્‍ટાફ પેટ્રોલીંગમાં હતાં. ત્‍યારે મળેલ બાતમીના આધારે ધોરાજીના અડવાડ-ગામથી ભાદર નદીનાં ડેમ ઉપર થી બાઈક લઈ પસાર થતાં અનીલ વેલજી મકવાણા ને અટકાવી કોથળામાં તપાસ કરતાં દેશી દારૂ ૧૨૦ લીટર મળી આવતાં પોલીસે બાઈક સહિત રૂા. ૨૨હજારનો મૂદામાલ કબ્‍જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસની તપાસમાં આરોપી અનીલ વેલજી કબુલ્‍યું હતું કે તે દારૂનો જથ્‍થો ધોરાજીના મુકેશ બધાએ સપ્‍લાય કર્યો હોવાનું જણાવતાં પોલીસે મુકેશ બધા ને ઝડપી પાડીને ગૂનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.

(11:45 am IST)