Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

ગોંડલ યાર્ડમાં કપાસના જથ્‍થામાં આગ ભભૂકી

 ગોંડલ માર્કેટયાર્ડમાં  કપાસના ગ્રાઉન્‍ડ માં પડેલ એમ.જે.ટ્રેડિંગ ના જીતેન્‍દ્રભાઈ એ ૫૦૦ મણ કપાસની ખરીદી કરેલ હતી જેમાં અગમ્‍ય કારણોસર આગ લાગતા  નગર પાલિકાના ૨ ફાયર અને માર્કેટયાર્ડના પાણીના ટ્રેક્‍ટરો અને કર્મચારીઓ દોડી સતત ૧ કલાક સુધી પાણી નો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્‍યો હતો ૫૦૦ મણ કપાસ માં આગ લાગી હતી જેમાં આશરે દોઢ લાખનું નુકશાન થયું હોવાનું જીતેન્‍દ્રભાઈ એ જણાવ્‍યું હતું. (તસવીર-ભાવેશ ભોજાણી, ગોંડલ)

(11:37 am IST)