Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

ભાવનગર આડોડીયાવાસમાં મહિલાના મકાનમાંથી દારૃ ઝડપાયો

ભાવનગર તા.૧૧ : વિધાનસભાની ચૂંટણી જાહેર થઇ જતા પોલીસતંત્ર દ્વારા જુગાર સહિતની બદી અંગે ઝુંબેશ હાથ ધરવામાં આવી હોય,  શહેરના આડોડીયાવાસ વિસ્તારમાં એલ.સી.બી.એ પુજાબેન પ્રદીપભાઇ આડોડીયાના મકાનમાં દરોડો પાડી ઇગ્લીશ દારૃની ૧૮૦ એમ.એલ.ની રપ બોટલ તેમજ ૮૯ નંગ પાઉચ મળી કુલ રૃા.૯૬૦૧નો મુદામાલ કબ્જે કર્યો હતો. પોલીસે આડોડીયાવાસ વિસ્તારમાં આવેલ અન્ય આઠ સ્થળોએ પણ દરોડો પાડી દેશી દારૃ ઝડપી લઇ બુટલેગરો વિરૃધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(11:34 am IST)