Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

શરદી ખાંસી મટાડવા માટેના દેશી ઘરગથ્‍થું અસરકારક ઉપાયો

પોરબંદરઃ જયારે ગળામાં દુઃખાવો અને ખામાશ અવાજ બેસી જવો તે દૂર કરવા માટે અને શરદીમાં આરામ મળે તે માટે નવસૈકા મીઠા(નમક)ના પાણીના કોગળા દિવસમાં ઓછામાં ઓછા બેથી ચાર કરવા વધુ થાય તો વાંધો નહીં. ઉકાળવા માફક ઔષધી યુકત તુલસીનાં પતાને થોડા ચાળવા અથવા પાણીમાં ઉકાળવા માફક આવે તો કોફીના પાન પણ ચાવી શકાય તુલસી સાથે ઉકાળામાં પણ પી શકાય ચા-કોફીમાં આદુ-ફુદીનાં, તુલસીપાન, લીલી ચા, તેનો છોડ થાય છે. પાનના બદલે ખડ જેવા લાંબી પતી થાય છે. તે પણ ઉકાળી પી શકાય લીલી ચા બારમાસે પી શકાય છે. તુલસીનાં પાન(પતા)ને પાણીમાં ઉકાળી પીવાથી ઘણી સમસ્‍યા હલ થઇ શકશે રાહત મળશે
હાલમાં અવારનવાર ઋતુઓમાં પરિવર્તન  જોવા મળી રહયુ છે. છેલ્‍લા કેટલાંક દિવસોમાં ઘણા રાજયોમાં કમોસમી વરસાદ જોવા મળ્‍યો આ રીતે ઋતુમાં પરિવર્તન થતાં લોકોમાં પણ શરદી-ખાંસીનું પ્રમાણ વધ્‍યુ છે. સ્‍વાસ્‍થ્‍ય વિશેષજ્ઞ કહેવાનુંસાર બાળકો અને વૃધ્‍ધોમાં આ પ્રકારની  સમસ્‍યા જોવા મળે છે. આવા સમયે શરદી કે ખાંસી કે ગળામાં ખારાશની તકલીફને થોડા ઘરેલું ઉપયોગથી દૂર કરી શકાય
આ નાક બંધ થવાની સમસ્‍યા સામાન્‍ય છે  આ માટે નાકમાં ફુદીનાની પાન(પાંદડા) કે અજમા સાથે પોટલી બનાવી નાસ લેવાથી લાભ થાય છે. એનાથી કફ છુટો પડે છે. ઉપરાંત નાક  પણ ખુલી જાય છે. સહેલાઇથી શ્વાસ લઇ શકાય. ગળામાં થતી ખારાશ અને દુઃખાવાની સમસ્‍યામાં પણ રાહત મળે છે.
સુકી ખાંસી અને ગળામાં દુઃખાવો ઓછો કરવા માટે લવિંગનું ચૂરણ અને મધ મિકસ કરીને એનું સેવન કરવુ જોઇએ. દિવસમાં બેથી ત્રણ વાર આ ઉપાય અજમાવવાથી રાહત મળશે. શીતાંપલાદીચૂર્ણ મધ સાથે લેવાથી કે દૂધ સાથે લેવાથી શ્વાસ અને કફમાં રાહત મળે. કફ છુટો પડતા શ્વાસમાં રાહત મળે છે.
(સંકલનઃ હેમેન્‍દ્રકુમાર પારેખ
પોરબંદર)

 

(10:27 am IST)