Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

પોરબંદરના જીતકુમાર જેઠવાને અન્‍ડર-૧૪ પ્રાદેશિક ઓપન રાઇફલ શુટિંગમાં સિલ્‍વર મેડલ

પોરબંદર,તા. ૧૧ : કેન્‍દ્રીય વિદ્યાલય ખાતે ધોરણ સાતમા અભ્‍યાસ કરતા જીતકુમાર જેઠવા અન્‍ડર-૧૪માં સ્‍કૂલ ગેમ્‍સમાં અમદાવાદ ખાતે પ્રાદેશિક કક્ષાએ ઓપન સાઇટ રાઇફલ શૂટિંગમાં સિલ્‍વર મેડલ મેળવીને પોરબંદરનું ગૌરવ વધાર્યું છે.

તેઓ સ્‍કૂલ ગેમ્‍સ ઓફ ઇન્‍ડિયા અંતર્ગત દિલ્‍હી ખાતે યોજાયેલ સ્‍પર્ધામાં ઓપન સાઇટ રાયફલો શૂટિંગમાં ભાગ લઇ તેઓએ પાંચમો ક્રમ મેળવીને પોરબંદર તથા ગુજરાત રાજ્‍યનું ગૌરવ વધાર્યું છે.

સ્‍કૂલ ગેમ્‍સ રાષ્‍ટ્રીય કક્ષાની સ્‍પર્ધામાં ઉત્‍કૃષ્‍ટ પ્રદર્શન બદલ તેમની પસંદગી સ્‍કૂલ ગેમ્‍સ ફેડરેશન ઓફ ઇન્‍ડિયામાં કરવામાં આવી છે જે ગુજરાતમાંથી માત્ર એક જ ખેલાડી છે કે જેઓ અન્‍ડર-૧૪માં ઓપન સાઇટ રાયફલ શૂટિંગમાં ગુજરાતનું પ્રતિનિધિત્‍વ કરશે.

(10:24 am IST)