Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

કેશોદ ૮૮ વિધાનસભામાં દેવાભાઇ માલમને ટિકિટ મળતા કાર્યકરોમાં ખુશી વ્‍યાપી

(સંજય દેવાણી દ્વારા) કેશોદ તા. ૧૧ : ગુજરાતᅠ સરકારનાં પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી અને કેશોદના ધારાસભ્‍ય દેવાભાઈ માલમ ને ભાજપા પાર્લામેન્‍ટરી સમિતિ દ્વારા કેશોદ ૮૮ વિધાનસભાની બેઠકપર ઉમેદવાર તરીકે જાહેરᅠ કરવામાં આવતાંᅠ કાર્યકરો અને આગેવાનોમાં ખુશી વ્‍યાપી ગઈ છે. ગત ધારાસભાની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલન વચ્‍ચે પણ દેવાભાઈ માલમ જંગી બહુમતીથી ચૂંટાઈ આવ્‍યાં હતા.

કેશોદ ધારાસભાની બેઠક પર ભાજપના ઉમેદવાર પ્રથમ વખત રીપીટ કરવામાં આવ્‍યા છે. કેશોદ શહેર તાલુકાનાં આગેવાનો અને કાર્યકરો દ્વારા ખુશી વ્‍યક્‍ત કરી શુભેચ્‍છાઓ પાઠવવામાં આવી રહી દેવાભાઈ માલમના નિવાસ સ્‍થાને કાર્યકરોએ મીઠાઈ ખવડાવી અભિનંદન પાઠવ્‍યા તથા કેશોના ધારાસભ્‍ય કાર્યાલય ખાતે પણ ભાજપના કાર્યકરો હોદેદારો મોટી સંખ્‍યામાં ઉમટી પડી ખુશી વ્‍યક્‍ત કરી હતી.

(10:24 am IST)