Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

કચ્‍છમાં પરીક્ષા દઇને આવતા વિદ્યાર્થી, ઓફિસે જતાં તલાટી અને કામે જતાં કર્મચારીના બાઇક અકસ્‍માતમાં મોત

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૧ : આરટીઓ અને ટ્રાફિક પોલીસ તંત્ર દ્વારા ઉજવાતા સલામતી સપ્તાહ વચ્‍ચે માર્ગ અકસ્‍માતો ચિંતાજનક રીતે વધતાં જાય છે. એક જ દિવસમાં કચ્‍છમાં ત્રણ અલગ અલગ અકસ્‍માતોમાં ત્રણ બાઈક ચાલકોના અરેરાટી ભર્યા મોત નીપજયા હતા.

ભુજના કૈલાસનગર માં રહેતો ૧૮ વર્ષીય અમન પ્રવીણ જોશી સંસ્‍કાર કોલેજમાંથી પરીક્ષા દઈને આવી રહ્યો હતો ત્‍યારે એરપોર્ટ રોડ ઉપર બાઈક સ્‍લીપ થતાં માથામાં ગંભીર ઈજાઓ થવાથી તેનું કરૂણ મોત નિપજયું હતું.

બીજા બનાવમાં મુન્‍દ્રાથી ચાન્‍દ્રોડા ગામે પોતાની ફરજ ઉપર જઈ રહેલા ૩૫ વર્ષીય તલાટી અજયસિંહ ભૂપતસિંહ ડોડીયાને મોખા ગામના ટોલ નાકા પાસે ટ્રકે હડફેટે લેતાં તેમનું અરેરાટી ભર્યું મોત નિપજયું હતું.

જયારે ત્રીજા બનાવમાં જવાહરનગર ગામથી ગાંધીધામ બાઈક ઉપર આવી રહેલ ખાનગી કંપનીના ૫૪ વર્ષીય કર્મચારી નાન્‍ટુ જયોતિષચંદ્ર રાયને ટેન્‍કરે હડફેટે લેતાં તેમનું ગંભીર ઈજાઓના કારણે મોત નિપજયું હતું.

(10:23 am IST)