Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

મોરબી હોનારતમાં છત્રછાયા ગુમાવનાર ૨૦ માસૂમ બાળકો માટે અદાણી ગ્રુપ બન્‍યું જીવાદોરી : ૫ કરોડની મૂડી થાપણ

ઘર ઘર રમતા પળમાં કોઇ પૂર્વજ થઇ પૂજાય, માણસ જેવો માણસ ક્ષણમાં ધૂમાડો થઇ જાય... એ કાંઇ જેવી તેવી વાત નથી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૧ : મોરબીના ઝૂલતાᅠ પુલની કમનશીબ દુર્ઘટનામાં માતાના ગર્ભમાં ઉજરી રહેલા એક બાળક સહિત ૨૦ ભૂલકાઓ કે જેઓએ માતા-પિતા કે કોઇ એકને ગુમાવ્‍યા છે તેવા બાળકોને છત્રછાયા પૂરી પાડવાના એક પ્રયાસના ભાગરુપે અદાણી ફાઉન્‍ડેશન દ્વારા થાપણના સ્‍વરુપમાં રુ.પાંચ કરોડ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

સત્તાવાર રેકોર્ડ અનુસાર સાત બાળકોએ આ દુર્ઘટનામાં તેમના માતા અને પિતા ગુમાવતા અનાથ બન્‍યા છે અને ૧૨ બાળકો એવા છે કે જેમણે મા-બાપ પૈકી કોઇ એકને ગુમાવ્‍યા છે. અદાણી ફાઉન્‍ડેશન મોરબી જિલ્લા વહીવટી તંત્ર સાથે આ તમામ બાળકો તેમજ પુલની આ દૂર્ભાગ્‍યપૂર્ણ ઘટનામાં પોતાના પતિને ગુમાવનાર એક સગર્ભા મહિલાની કૂખમાં ઉજરી રહેલ બાળક માટે પણ રૂ.૨૫ લાખની થાપણ ઉભી કરવા માટે સંકલન કરી રહ્યું છે.ᅠ

મોરબીની મચ્‍છુ નદી ઉપર ૧૮૮૦માં બાંધવામાં આવેલો ઐતિહાસિક ઝૂલતો પુલ ગત તા. ૩૦મી ઓકટોબર, ૨૦૨૨ની સાંજે ધરાશાયી થયો ત્‍યારે ઓછામાં ઓછા ૧૩૫ લોકોએ તેમની મહામૂલી જીંદગી ગુમાવી છે અને ૧૮૦થી વધુ ઇજાગ્રસ્‍ત થયા હતા.ᅠ

અદાણી ફાઉન્‍ડેશનના ચેરપર્સન ડો. પ્રીતિ જી અદાણીએ જણાવ્‍યું હતું કે, ‘અમે મહામૂલી જીંદગીનો ભોગ લેનાર આ કમનશીબ ઘટનાથી અતિ વ્‍યથિત છીએ અને પોતાના પ્રિયજનોને ગુમાવનારા લોકોના પ્રચંડ દર્દમાં અમારી સંવેદના વહેંચીએ છીએ.' ‘સૌથી વધુ ગંભીર રીતે અસરગ્રસ્‍તોમાં નાના બાળકો છે, જેમાંથી ઘણાને હજુ સુધી કહેવામાં આવ્‍યું નથી કે તેમના માતા અથવા પિતા અથવા બંને માતાપિતા ક્‍યારેય ઘરે પાછા ફરશે નહીં. આ મહા મુશ્‍કેલીની ઘડીમાં આ બાળકોના વિકાસ, તેઓને યોગ્‍ય શિક્ષણ પ્રાપ્ત થાય અને પરિપૂર્ણ જીવન જીવવાનું સાધન ઉપલબ્‍ધ થાય તે માટે જે કંઈ કરી શકીએ તે આપણે સુનિヘતિ કરવાનું છે. આથી જ અમે તેઓને તેમના વિકાસના વર્ષોમાં જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવા માટે ફંડ સ્‍થાપવાનું નક્કી કર્યું છે.'

અદાણી ફાઉન્‍ડેશન રાહત કામગીરીના પ્રયાસોની દેખરેખ રાખતા સત્તાવાળાઓ સાથેના પરામર્શમાં રહી ૨૦ બાળકો માટે ચોકકસ ભંડોળ સુરક્ષિત ફિક્‍સ ડિપોઝિટમાં મૂકશે જેથી તેઓની જરૂરિયાતોને ટેકો આપવા માટે વ્‍યાજની રકમ અકબંધ રહે. આ સંદર્ભમાં અદાણી ફાઉન્‍ડેશનના એક્‍ઝિક્‍યુટિવ ડાયરેક્‍ટર શ્રી વસંતભાઇ ગઢવીએ મોરબીના જિલ્લા કલેક્‍ટર શ્રી ને મુખ્‍ય રકમ માટેનો સંકલ્‍પ પત્ર આજે સુપ્રત કર્યો હતો.

૧૯૯૬ માં સ્‍થપાયેલ અદાણી ફાઉન્‍ડેશન એ વિશ્વમાં સૌથી વધુ લોકો સુધી પહોંચતી સામાજિક સહાય કરતી સંસ્‍થાઓ પૈકીનું એક છે લોકોના સર્વાંગી ઉત્‍થાન માટેના શ્રેણીબધ્‍ધ કાર્યક્રમો ધરાવતું અદાણી ફાઉન્‍ડેશન સમગ્ર ભારતના ૨,૪૦૯ ગામડાઓમાં ૩.૭ મિલિયન લોકોને આવરી લે છે. તે ગુણવત્તાયુક્‍ત શિક્ષણ, સામુદાયિક આરોગ્‍ય, કૌશલ્‍ય વિકાસ, ટકાઉ આજીવિકા વિકાસ અને ગ્રામીણ માળખાકીય વિકાસ પર ધ્‍યાન કેન્‍દ્રિત કરે છે અને બાળ પોષણ અને મહિલાઓના સશક્‍તિકરણ માટેના વિશેષ પ્રોજેક્‍ટ્‍સની શ્રેણીને સહયોગ આપે છે.

(10:22 am IST)