Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

કચ્છમાં કોંગ્રેસના વધુ ૩ ઉમેદવાર જાહેર: માંડવીમાં ભાજપ છોડનારને ટીકીટ, ભુજમાં પાટીદાર ફેક્ટર જ્યારે અબડાસામાં પ્રથમ વાર લખપતના લઘુમતી સમાજના ઉમેદવાર

માંડવી: રાજેન્દ્રસિંહ જાડેજા, ભુજ: અરજણ ભુડિયા, અબડાસા: મામદ જત

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૧

 કચ્છમાં કોંગ્રેસે તેની વધુ ત્રણ બેઠકના ઉમેદવાર જાહેર કર્યા છે. જે પૈકી માંડવી બેઠકમાં ભાજપ છોડી કોંગ્રેસમાં આવનારા રાજેન્દ્રસિંહ જાડેજાને ટીકીટ આપી છે. ભાજપમાં વિવિધ હોદ્દાઓ સંભાળી ચૂકેલા રાજેન્દ્રસિંહ જાડેજા હમણાં જ ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા છે. જ્યારે ભુજમાં પાટીદાર ફેક્ટરને ધ્યાને લઈને અરજણ ભૂડિયાને મેદાનમાં ઉતાર્યા છે. અબડાસા બેઠકમાં કોંગ્રેસે પ્રથમ વાર લખપત તાલુકાને તક આપી છે. કચ્છમાં કાયમ કોંગ્રેસ સાથે રહેલ લખપત તાલુકાના આગેવાન મામદ જત ને કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યા છે. અત્યાર સુધી કચ્છની ૬ બેઠકો પૈકી કોંગ્રેસે ૫ બેઠકના ઉમેદવાર જાહેર કરી દીધા છે. જે આ પ્રમાણે છે. અબડાસા: મામદ જત, માંડવી: રાજેન્દ્રસિંહ જાડેજા, ભુજ: અરજણ ભુડિયા, અંજાર: રમેશ ડાંગર અને ગાંધીધામ: ભરત સોલંકી. હવે એક માત્ર રાપર બેઠક ના ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. ગત વર્ષે કચ્છની ૬ પૈકી ૧ રાપર ની બેઠક જ કોંગ્રેસ પાસે હતી.

(9:52 am IST)