Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

મોરબીના ગ્રામ્ય પંથકમાંથી સગીરાનું અપહરણ કરનાર આણંદના વરસડાથી ઝડપાયો.

મોરબી તાલુકાના ગ્રામ્ય પંથકમાંથી એક મહિના પૂર્વે સગીરાનું અપહરણ કરી ભગાડી જનાર આરોપીને મોરબી એન્ટી હુમન ટ્રાફિકિંગ યુનિટ ટીમે આણંદ જીલ્લાના વરસડા ખાતેથી ઝડપી લઈને ભોગ બનનારને શોધી કાઢવામાં સફળતા મળી છે

મોરબી જીલ્લામાંથી સગીર વયના બાળકોના અપહરણના ગુનાઓ શોધી કાઢવા જીલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠીની સુચનાથી એન્ટી હુમન ટ્રાફિકિંગ યુનિટ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબી તાલુકા પોલીસ મથકમાં એક માસ પૂર્વે સગીરા અપહરણનો ગુનો નોંધાયો હોય જેમાં સગીરાને જૂની પીપળી ગામથી ભગાડી જઈને એક ઇસમ અપહરણ કરી ગયો હોય જે આરોપી ભાવેશ રાજુભાઈ રાવત રહે દેવગઢ બારિયા દાહોદ વાળો અને ભોગ બનનાર બંને આણંદ જીલ્લાના વરસડા ખાતે હોવાની બાતમી મળતા ટીમે સ્થળ પર જઈને તપાસ કરતા આણંદ જીલ્લાના વરસડા ગામની રહેણાંક ઓરડીમાંથી મળી આવતા આરોપી ભાવેશ રાવતને દબોચી લીધો હતો અને આરોપી મોરબી તાલુકા પોલીસ મથકને સોપવાની કાર્યવાહી હાથ ધરી છે
જે કામગીરીમાં એ.એચ.ટી.યુ મોરબીના ઇન્ચાર્જ પીઆઈ એન એ વસાવા, ફૂલીબેન ઠાકોર, બકુલભાઈ કાસુન્દ્રા, અરવિંદભાઈ પરમાર સહિતની ટીમ જોડાયેલ હતી.

(12:21 pm IST)