Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

માળિયામાં સગીરા અપહરણ ગુનામાં સંડોવાયેલ ઇસમ લીંબડીથી ઝડપાયો.

માળિયા પંથકમાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં સંડોવાયેલ ઇસમ સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી ખાતે હોવાની બાતમી મળતા સર્કલ પોલીસ ઇન્સ્પેકટર ટીમે આરોપીને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી જીલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં વણ શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા સીપીઆઈ મોરબીની ટીમ કાર્યરત હોય દરમિયાન માળિયા પોલીસ મથકમાં અપહરણના ગુનામાં આરોપી અને ભોગ બનનાર બંને સુરેન્દ્રનગરના લીંબડી ખાતે હોવાની બાતમી મળતા સીપીઆઈ ટીમ લીંબડી ખાતે રવાના કરી હતી
 જ્યાંથી આરોપી જયંતીભાઈ બાબુભાઈ સોલંકી (ઉ.વ.૨૫) (રહે કમલપુર, તા. પાટડી સુરેન્દ્રનગર વાળો)  અને ભોગ બનનાર મળી આવતા આરોપીને ઝડપી લઈને માળિયા પોલીસ મથકમાં સોપવાની તજવીજ હાથ ધરી છે જે કામગીરીમાં સર્કલ પોલીસ ઇન્સ્પેકટર એન એ વસાવા સહિતની ટીમ જોડાયેલ હતી.

(11:14 pm IST)