Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

મોરબી બેઠક પર બસપા અને અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ રજુ કર્યા

મોરબી જીલ્લાની ત્રણ વિધાનસભા બેઠક પર ચુંટણી માટે ફોર્મ ઉપાડવાનો સિલસિલો ચાલુ જ છે જેમાં આજે ત્રણ બેઠક માટે ૪૦ ફોર્મ ઉપડ્યા છે તો આજે મોરબી બેઠક પર અપક્ષ ઉમેદવાર અને બસપા ઉમેદવારે ફોર્મ ઉપાડ્યા હતા
મોરબી બેઠક માટે આજે ૧૮ ફોર્મ, ટંકારા બેઠક માટે ૦૮ ફોર્મ અને વાંકાનેર બેઠક માટે આજે ૧૪ ફોર્મ ઉપડ્યા છે મોરબી જીલ્લામાં આજના મળીને અત્યાર સુધીમાં ત્રણ બેઠક માટે કુલ ૧૮૧ ફોર્મ ઉપડી ચુક્યા છે તો આજે મોરબી વિધાનસભા બેઠક પરથી બે ઉમેદવારે ફોર્મ રજુ કર્યા છે જેમાં અપક્ષ ઉમેદવાર પરબત ભવાનભાઈ હુંબલ અને બસપા ઉમેદવાર કાસમ હાજી સુમરાએ ઉમેદવારી ફોર્મ રજુ કર્યું હતું આમ અગાઉ વાંકાનેરના બે અને આજે મોરબીના બે મળીને કુલ ચાર ઉમેદવારી ફોર્મ ભરીને રજુ કરી દેવામાં આવ્યા છે.

(11:12 pm IST)