Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

મોરબી- માળિયા બેઠક ઉપર કાંતિલાલ અમૃતિયા કાલે શુક્રવારે નોંધાવશે ઉમેદવારી.

મોરબી- માળિયા વિધાનસભા બેઠક ઉપર કાંતિલાલ અમૃતિયા આવતીકાલે શુક્રવારે ઉમેદવારી નોંધાવવાના છે. આ વેળાએ તેમની સાથે મોટી સંખ્યામાં સમર્થકો પણ જોડાવવાના છે.

ભાજપ દ્વારા આજે મોરબી- માળિયા વિધાનસભા બેઠક ઉપર ઉમેદવાર તરીકે કાંતિલાલ અમૃતિયાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. કાંતિલાલ અમૃતિયા હવે આવતીકાલે શુક્રવારે સવારે 10:30 કલાકે સેવા સદન પહોંચીને ત્યાં ફોર્મ ભરીને ઉમેદવારી નોંધાવવાના છે.

(11:11 pm IST)