Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

સમાજ અને ઋષિપરંપરાઓમાં જન્મે બ્રાહ્મણને આગવો આદર છે : મહેસૂલ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી

સમસ્ત બ્રહ્મસમાજ નખત્રાણા- કચ્છ દ્વારા મંત્રીનુ સન્માન : ૨૨૨મી જલારામ જયંતિના પાવન દિવસ જલારામ મંદિરે દર્શન

(વિનોદ ગાલા દ્વારા)ભુજતા.૧૧  મહેસુલ અને કાયદા મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીનું સમસ્ત બ્રહ્મસમાજ નખત્રાણા દ્વારા આજે સમાજવાડીમાં સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.

 સમાજના ગૌરવને વધાવતાં મહેસુલમંત્રીશ્રીએ આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “સૌનો સાથ સૌનો વિશ્વાસ કેળવી ધરતીના ભૂ-દેવ એવા બ્રાહ્મણોએ સમાજના પ્રગતિશીલ વ્યક્તિને ટેકો આપી સહયોગ કરવાનો છે

  સમાજમાં અને ઋષિપરંપરામાં તેમજ ભગવદ્ ગીતામાં જન્મે બ્રાહ્મણનું આગવું મહત્વ અને આદરભાવ છે. બ્રાહ્મણ હોવાના ગૌરવને જણાવતા તેમણે પદ્મશ્રી નારાયણભાઈ જોષીને યાદ કર્યા હતા.  

   તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના પોતાના સંસ્મરણોને તાજા કરી સમસ્ત બ્રહ્મસમાજના મહાત્મ્યને શબ્દોથી પૌખ્યુ હતું. તેમણે ૨૨૨મી જલારામ જયંતિના પાવન દિવસ જલારામ મંદિરે દર્શન કર્યા હતા. 

     આ ભાવભીના સ્વાગત સન્માન કાર્યક્રમમાં અબડાસા ધારાસભ્યશ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા,  બ્રહ્મસમાજના અગ્રણી સર્વશ્રી જયસુખભાઇ પટેલ, પ્રકાશભાઇ જોષી, જયપ્રકાશભાઇ ગોર,  દિલીપભાઇ નરસિંહગાણી,  અજય જોષી, સુરેશ જોષી, કરશનજીભાઇ તેમજ અબડાસા પ્રાંતઅધિકારીશ્રી પ્રવિણસિંહ જૈતાવત,  નખત્રાણા પ્રાંતઅધિકારીશ્રી ડો. મેહુલ બરસરા અને નખત્રાણા સમસ્ત બ્રહ્મસમાજના સ્નેહીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(7:36 pm IST)