Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

કેશોદના જલારામ મંદિરે જન જાગરણ યાત્રાનું સ્વાગત

(કમલેશ જોશી-કિશોરભાઇ દેવાણી દ્વારા) કેશોદ,તા. ૧૧ : કેશોદ દેશની રક્ષા માટે સરહદ પર રક્ષા કરનાર અનેક આહીર વિર જવાનો શહીદ થયાછે દેશ માટે બલિદાન આપનાર શહીદોના સન્માન માટે અને જે દેશની રક્ષા કરી રહયાછે તેવા જવાનોનો જુસ્સો વધારવા આહીર રેજીમેંટ અને ગાય માતાને રાષ્ટ્ર માતાનો દરવાજો આપવાની માંગણી લાંબો સમયથી ચાલી રહીછે ૧૮ નવેમ્બરે આહીર શોર્ય દિવસ અને આહીર રેજીમેંટની માંગણી સાથે જન જાગૃતિ અર્થે દિલ્લીથી જન જાગરણ યાત્રાનું પ્રસ્થાન કરી હરીયાણા રાજસ્થાન બાદ ગુજરાતમાં જન જાગરણ યાત્રા યોજાઈ રહીછે ગુજરાત એમપી ઉતર પ્રદેશમાં જન જાગરણ યાત્રા યોજાશે જેના ભાગરૂપે આજે કેશોદના જલારામ મંદિરે આગમન થયું હતું જયાં જલારામ બાપાના દર્શન કર્યા હતા જલારામ મંદિર સમિતિ દ્વારા જન જાગરણ યાત્રામાં આવેલ ધૂરારામ યાદવ અને આહીર રેજીમેંટ સંદ્યર્ષ મહાનાયક રાજસ્થાનના સાંવલરામ જી યાદવનું સાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા સાંવલરામ જી યાદવે આહીર રેજીમેંટ અને ગાય માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જે આપવાની માંગણી બાબતે વિસ્તૃત ચર્ચા કરી હતી અને વંદે માતરમ્ આહીર રેજીમેંટ હક્ક હૈ હમારા નારા લગાવ્યા હતા

જલારામ મંદિરે જન જાગરણ યાત્રા આગમન સમયે જલારામ મંદિરે વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગદળ જલારામ મંદિર સમિતિ તથા આહીર એકતા મંચ ગુજરાતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આહીર રેજીમેંટને સમર્થન આપ્યું હતું.

(1:13 pm IST)