Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

ગરવા ગિરનારની લીલી પરિક્રમા કોરોના ગાઇડ લાઇનને ધ્યાને લઇ ૪૦૦ની મર્યાદામાં સાધુ સંતો દ્વારા પ્રતિકાત્મક યોજાશે : કલેકટર રચિત રાજની જાહેરાત

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ,તા. ૧૧ : કલેકટર રચિત રાજે જણાવ્યું છે કે હાલમાં પ્રવર્તી રહેલ કોવિડ-૧૯ની મહામારીને ધ્યાને રાખી ગુજરાત સરકારશ્રીના તા. ૨૪/૯/૨૧ના હુકમોથી જાહેર કરાયેલ ગાઇડલાઇન મુજબ 'તમામ પ્રકારનાં રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભમાં તેમજ ધાર્મિક સ્થળોમાં કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયમ એસઓપીને આધિન, ખુલ્લામાં મહતમ ૪૦૦ વ્યકિતઓ પરંતુ બંધ સ્થળોએ જગ્યાની ક્ષમતાનાં ૫૦ ટકા (મહતમ ૪૦૦ વ્યકિતઓની મર્યાદામાં) વ્યકિતઓ એકત્રિત થઇ શકશે.' તેવી જોગવાઇ થયેલ હોય, આ કચેરી ખાતે લગત ખાતા કચેરીના અધિકારીઓ, પદાધિકારીઓ તથા સાધુ-સંતો સાથે તા. ૨૭/૧૦/૨૧ના રોજ યોજાયેલ બેઠકમાં સરકારશ્રીની ઉકત ગાઇડલાઇન અનુસાર માત્ર ૪૦૦ની મર્યાદામાં સાધુ સંતો દ્વારા જ પ્રતિકાત્મક પરીક્રમ યોજવા હાજર તમામ તરફથી અભિપ્રાય રજુ થયેલ હોય, આ અભિપ્રાયને અનુમોદન આપવા માટે સદર બેઠકની કાર્યવાહી નોંધની નકલ સરકારશ્રીના ગૃહવિભાગ, ગાંધીનગરમાં મોકલતા સરકારશ્રીના તા. ૯/૧૧/૨૧ના પત્રથી ઉકત ગાઇડલાઇન લક્ષમાં રાખી તદઅનુસાર નિર્ણય કરવા સુચના થયેલ છે.

સબબ, રાજ્ય સરકારશ્રીની પ્રવર્તમાન ગાઇડલાઇન તથા આ કચેરી ખાતે યોજાયેલ બેઠકમાં હાજર તમામ દ્વારા રજુ થયેલ અભિપ્રાય અનુસાર આગામી કારતક સુદ અગીયારસથી પુનમ (તા. ૧૪ થી તા. ૧૯) સુધી પરંપરાગત રીતે યોજાતી 'લીલી પરિક્રમા' માત્ર ૪૦૦ ની મર્યાદામાં સાધુ-સંતો દ્વારા પ્રતિકાત્મક રીતે યોજાશે. તેમ રચિત રાજ જિલ્લા મેજીસ્ટ્રેટ જૂનાગઢ જિલ્લા જૂનાગઢએ જણાવ્યું છે.

(1:13 pm IST)