Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

ઠંડીમાં સામાન્ય વધારો : નલીયા ૧૪ ડિગ્રી

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મોડી રાત્રીના અને વહેલી સવારે ઠંડીની અસર બાદ ઉકળાટ

રાજકોટ, તા. ૧૧ :  રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધીમે ધીમે ઠંડીમાં વધારો થઇ રહ્યો છે. આજે સૌથી નીચુ લઘુતમ તાપમાન કચ્છના નલીયામાં ૧૪ ડિગ્રી નોંધાયું છે.

રાજયમાં આગામી ત્રણથી ચાર દિવસ ઠંડીનું જોર વધશે, હવામાન વિભાગના દાવા પ્રમાણે લઘુતમ તાપમાનમાં ર ડિગ્રી જેટલો ઘટાડો થઇ શકે છે. હાલ નલિયામાં સૌથી વધુ ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે, અમદાવાદમાં પણ ૧પ થી ૧૬ ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે.

મોડી રાત્રીના અને વહેલી સવારનાં સમયે ઠંડકની અસર વર્તાય છે જયારે સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : મહતમ તાપમાન ૩૩.પ ડિગ્રી લઘુતમ ર૦ ડિગ્રી, હવામાં ભેજ ૬૩ ટકા અને પવનની ઝડપ ૩.૮ કિ.મી. પ્રતિ કલાક રહી હતી.

કેટલી ઠંડી

શહેર       લઘુતમ તાપમાન

અમદાવાદ     ૧પ.૪ ડિગ્રી

અમરેલી    ૧૬.૭ ''

વડોદરા    ૧૭.૪ ''

ભાવનગર      ૧૭.૪ ''

ભુજ        ર૦.પ  ''

ડીસા       ૧૬.૬ ''

દિવ        ૧૭.૧ ''

દ્વારકા      રર.૦  ''

જુનાગઢ    ૧૬.૭ ''

નલીયા     ૧૪.૦ ''

ઓખા       રર.૬  ''

પોરબંદર       ૧૮.ર ''

રાજકોટ    ૧૭.પ ''

સાસણગીર      ર૧.ર  ''

જામનગર      ર૦.૦ ''

(2:50 pm IST)