Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

વિરપુરમાં પૂ.જલારામબાપાની જન્મજયંતિ નિમિત્તે ૧-૧ કિલોની ૨૨૨ કેક બનાવાઇ

વીરપુર (જલારામ) : જગવિખ્યાત યાત્રાધામ વીરપુરના સમરથ સંત શ્રી જલારામ બાપાની ૨૨૨મી જન્મ જયંતિને લઈને સમસ્ત વીરપુર ગ્રામજનો દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી, શ્રી જલારામ બાપાની શોભાયાત્રા વીરપુર ઐતિહાસિક એવા મીનળવાવ ચોકમાંથી પ્રસ્થાન કરાયું હતું પૂજ્ય બાપાની ૨૨૨મી જન્મજયંતિ હોવાથી શોભાયાત્રામાં પણ ૨૨૨ કિલોની કેક પૂજ્ય બાપાને ધરવામાં આવી, શોભાયાત્રામાં પૂજ્ય જલાબાપાને કેક ધરીને ભાવિક ભકતોને પ્રસાદ રૂપે આપવામાં આવી હતી, આ કેક પૂજ્ય જલારામબાપાની જગ્યામાં જે ધર્મની ધજા ફરકે છે તે પૂજ્ય બાપાની ધજાના ત્રણ રંગ છે,લાલ,પીળો અને સફેદ તે જ ત્રણ રંગની એક એક કિલોની ૨૨૨ કેક વીરપુરના સેવાભાવિ યુવાનો દ્વારા બનાવવામાં આવી હતી. આ શોભાયાત્રા સમગ્ર વીરપુર ગામમાં ફરીને વીરપુરના મુખ્ય ચોક પર ગરબી મંડળની બાળાઓ રાસ ગરબા ઘુમસે અને પૂજ્ય જલારામબાપાની કેકની પ્રસાદ સૌ વીરપુરવાસીઓને તેમજ ભકતોને વિતરણ કરાશે.(તસ્વીર-અહેવાલઃ કિશન મોરબીયાઃ વીરપુર)

(12:51 pm IST)