Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

મોરબી જીલ્લાના ટંકારા પો.સ્ટે.ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી જામનગર એલસીબી પોલીસ

 

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર તા.૧૧ : જીલ્લાના પોલીસ વડા શ્રી દીપેન ભદ્રનનાઓની સુચના તથા એલસીબીના પો. ઇન્સ. શ્રી એસ.એસ.નિનમાના માર્ગદર્શન મુજબ એલસીબી સ્ટાફના પો.સ.ઇ.શ્રી આર.બી. ગોજીયા તથા સ્ટાફના  માણસો જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા તથા નાસતા ફરતા આરોપીઓ પકડીપાડવા અંગે પેટ્રોલીંગમાં હતા.

દરમિયાન સ્ટાફના યશપાલસિંહ જાડેજા તથા યોગરાજસિંહ રાણાને મળેલ હકિકત આધારે મોરબી જીલ્લાના ટંકારા પોલી સસ્ટેશન ફસ્ટ ગુરન ૬૮૬-ર૦ર૧ ઇપીકો કલમ ૩૭૯ મુજબના ગુનાના કામે નાસતો ફરતો આરોપી પ્રવિણ ઉર્ફે કરીમ ગોવિંદભાઇ કેશુભાઇ વાજેલીયા રહે. ધુવાવ હાઉસીંગ બોઙ તા.જી. જામનગર વાળાને તેમના રહેણાંક મકાનેથી પો.હેડ. કોન્સ. હિતેન્દ્રસિંહ જાડેજાએ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી પંચકોષીએ પો. સ્ટે.ને સોંપી આપી આગળની તપાસ થવા ટંકારા પોલીસ સ્ટેશનનેજાણ કરવા તજવીજ કરેલ છે.

આ કાર્યવાહી પો. ઇન્સ. એસ.એસ. નિનમાની સુચનાથી પો.સ.ઇ. આર.બી. ગોજીયા, પો.સ.ઇ. શ્રી બી.એમ.દેવમુરારી શ્રી કે.કે.ગોહિલ તથા એલસીબી સ્ટાફના માંડણભાઇ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, અશ્વિનભાઇ ગંધા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, ફીરોજભાઇ દલ, હીરેનભાઇ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, વનરાજભાઇ મકવાણા, રઘુભા પરમાર, ધાનાભાઇ મોરી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, બળવંતસિંહ પરમાર, લખમણભાઇ ભાટીયા સુરેશભાઇ માલકીયા, એ.બી.જાડેજા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(12:50 pm IST)