Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

અમરેલી જીલ્લામાં દારૂ પીધેલ હાલતમાં ૧૭૩ શખ્સો ઝડપાયા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૧૧ : અમરેલી જીલ્લામાં ડ્રિંકસ એન્ડ ડ્રાઇવ દરમિયાન ૧૭૩ શખ્સોને ઢીંગલી થયેલી હાલતમાં પોલીસે જુદા-જુદા સ્થળોએ વોચ ગોઠવીને ઝડપી પાડ્યા હતા. જ્યારે જિલ્લામાં જુદા-જુદા ૨૪ જેટલા સ્થળોએ પોલીસે દેશીદારૂના દરોડાઓ પાડી મહિલાઓ સહિત ૧૫ શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. સાવરકુંડલાના મોટા ઝીંઝુડામાં કનક વિનુભાઇ આદ્રોજા ૮ લી. રૂ. ૨૦૦, બાબરામાં ભાનુબેન બાબુભાઇ ભવાણીયા ૫ લી રૂ. ૧૧૦, વડીયાના માયાપાદરમાં સવિતાબેન કિશોરભાઇ વાઘેલા ૪ લી. રૂ. ૯૮, ચલાલામાં મહેશ ખોડાભાઇ નગવાડીયા ૪ લી. રૂ. ૧૦૦, અમરેલીમાં મનીષાબેન જગાભાઇ રાઠોડ ૩ લી રૂ. ૭૦, દેવકુબેન જગાભાઇ પરમાર ૩ લી. રૂ.૭૦, ખાંભાના જીકયાળીમાં મધુ ડાયાભાઇ ચૌહાણને ૪ લી દેશી દારૂ, રૂ. ૯૦ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

(12:47 pm IST)