Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

અમરેલી જીલ્લામાં કોરોના કેસ આવતા લોકોમાં ચિંતા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૧૧ : અમરેલીમાં ફરી કાળમુખો કોરોના જાગ્યો હોય તેમ ગઇ કાલે એક પોઝીટીવ કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે.

કોરોના સામે લોકોને સુરક્ષીત કરવા માટે સરકાર દ્વારા તમામ પ્રયાસો કરાયા છે. છતાં ઘણા લોકો હજુ એવા છે કે જેમણે વેકસીન લીધુ નથી. અને વાવાઝોડામાં ઉડી ગયેલ કોરોના હવે એવી રીતે દેખાયો છે કે જેણે જેણે વેકસીન લીધી છે તેવા લોકોમાં કોઇ અસર નહીં વેકસીન ન લેનાર ઝપટે ચડી રહ્યા છે. કારણ કે પોઝીટીવ આવેલ લીલીયાના ગામડના મહીલા દર્દીના આખા પરિવાર વેકસીન લીધેલ પણ વેકસીન ન લેનાર આ મહીલાને જ કોરોનાએ ઝપટે લીધા હતા. આ દર્દીને સારવાર અપી હોમ આઇસોલેટ કરાયા છે અને આરોગ્ય તંત્ર દ્વારા ચાંપતા પગલાઓ સતત શરૂ છે.

અમરેલી જિલ્લામાં આજ સુધીમાં કુલ ૧૫,૩૮,૧૪૬ લોકોને વેકસીનથી રક્ષિત કરવામાં આવ્યા છે અને જિલ્લાના ૪૯૫ ગામોમાં રસીકરણની કામગીરી ૧૦૦ ટકા પુરી થઇ ગઇ છે.

(12:46 pm IST)