Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

સાવરકુંડલા તાલુકા ભાજપ અને જમીન વિકાસ બેન્કના નવનિયુકત હોદ્દેદારોનો સન્માન સમારોહ યોજાયો

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા. ૧૧ : સાવરકુંડલા તાલુકાના ડેડકડા હનુમાન આશ્રમ ખાતે એ.પી.એમ.સી. સાવરકુંડલા અને તાલુકા ખરીદ વેચાણ સંધના ડીરેકટર ધીરૂભાઇ વોરા (ગામ જાંબુડા) ના યજમાન પદે જીવનભાઇ વેકરીયા, પ્રમુખ તાલુકા ભાજપ સાવરકુંડલા તેમજ નીતીનભાઇ નગદીયા અને ચેતનભાઇ માલાણી-મહામંત્રી તાલુકા ભાજપ સાવરકુંડલાની તાજેતરમાં નીયુકતી થયેલ રાઘવભાઇ સાવલીયા ચેરમેન સાવરકુંડલા તાલુકા જમીન વિકાસ બેન્ક સમિતિમાં ચુંટાઇ આવતા આ નવનિયુકત હોદ્દેદારોઓને સન્માનવાનો સમારોહ દિપકભાઇ માલાણી-ચેરમેન એ.પી.એમ.સી. સાવરકુંડલા અને મહામંત્રી જિલ્લા ભાજપ કિસાન મોરચાના યજમાન પદે તાલુકાના વિજપડી નજીક આવેલ જાગતા દેવસ્થાન, પવીત્ર સ્થળ શ્રી ડેડકડા હનુમાન આશ્રમે રાખવામાં આવેલ જેમાં નવનિયુકત હોદ્દેદારોઓ ઉપરાંત જિલ્લા પંચાયત અમરેલીના સદસ્યઓ શરદભાઇ ગૌદાની રાણાભાઇ રાદડીયા, તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધી લલીતભાઇ બાળધા, એ.પી.એમ.સી.ના વા.ચેરમેન મનજીબાપા તળાવીયા, ડીરેકટરઓ જસુભાઇ ખુમાણ, દુર્લભભાઇ કોઠીયા, હીંમતભાઇ ગુર્જર, અતુલભાઇ રાદડીયા, તેમજ વીઠલભાઇ ધાનાણી માવજીભાઇ, ધુસાભાઇ વાણીયા, કરમશીભાઇ કાનાણી, પૂર્વ મહામંત્રી પ્રકાશભાઇ પાનસુરીયા, નીલેશભાઇ કચ્છી, બાબુભાઇ કુબાવત, તેમજ તાલુકા સંઘના ડીરેકટરઓ, તાલુકા પંચાયતના સદસ્યઓ, સહીત વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સૌ જીવનભાઇ વેકરીયા, નીતીનભાઇ નગદીયા, ચેતનભાઇ માલાણી અને રાઘવભાઇ સાવલીયાનું અભિવાદન કરી શુભેચ્છા પાઠવેલ.

આ  પ્રસંગમાં જીણાબાપા ઢાંકેચા, બાબુદાદા વોરા, રણછોડભાઇ સાવલીયા જગ્યાના મહંત મનસુખબાપુએ આશિર્વાદ પાઠવેલ. દિપકભાઇ માલાણીએ કાર્યક્રમની પુર્વભુમિકા આપી, રોજીદા લોકપ્રશ્નો, જાહેર કામો માટે સક્રિય રહી સહીયારો પુરૂષાર્થ કરવા અપીલ કરેલ મનજીબાપા તળાવીયાએ પણ નવનિયુકત હોદ્દેદારોને શુભેચ્છા પાઠવી યજમાન ધીરૂભાઇ વોરાને પોતાના થાળના સંકલ્પ નિમિતે આ રીતે કાર્યકર ગણનો મેળાવડો કરવા બદલ તેમની લાગણી બદલ ધન્યવાદ પાઠવેલ પ્રતિસાદમાં જીવનભાઇ વેકરીયાએ આયોજકોનો આભાર વ્યકત કરેલ. અને સૌ નવી ટીમના જવાબદારો સંગઠન વધારવા, પક્ષનો વ્યાપ વધારવા પુરી મહેનત કરીશું તેવો કોલ આપેલ.

(12:45 pm IST)