Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

વાંકાનેરમાં શાસ્ત્રી અનિલપ્રસાદ જોષીના વ્યાસાસને આયોજીત કથાનો લાભ લેતા ભાવિકો

ઇષ્ટદેવ શ્રી રામ છે રોટલાના રામ તો સંત શ્રી જલારામબાપા

(હિતેશ રાચ્છ દ્વારા) વાંકાનેરઃ વાંકાનેરમાં અહીંના શ્રી લોહાણા મહાજનવાડી , દીવાનપરા ખાતે  કેશરીયા પરિવારના મથુરાદાસ લાલજીભાઈ કેશરીયા તથા માતૃશ્રી દિવાળીબેન મથુરાદાસ કેશરીયા તથા ગોપાલદાસ મથુરાદાસ કેશરીયા તથા સર્વે ગૌલોંકવાસી પૂર્વજનોના મોક્ષાર્થે  કેશરીયા પરિવાર   દ્વારા ચાલતી   શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ સપ્તાહ કથા માં રોજ રોજ વૈષ્ણવો વિશાળ સંખ્યા માં કથા શ્રવણનો લાભ લઈ રહયા છે વ્યાસપીઠ ઉપર સુપ્રસિદ્ધ વિદ્રાન ભાગવતાચાર્ય શાસ્ત્રીશ્રી અનિલપ્રસાદજી પી , જાઙ્ખષી પોતાની મધુર વાણી સાથે અનેરા સંગીતની શેલી સાથે ભાગવત કથા ની સંપૂર્ણ વિસ્તાર સાથે કથાનું રસપાન કરાવી રહયા છે અને સુંદર મજાના પ્રાચીન કીર્તન ની રંગત જામે છે ગઈકાલે કથામાં વકતા પૂજ્ય શાસ્ત્રી શ્રી અનિલપ્રસાદજી જોષી એ કહેલ કે  આપણા ઇષ્ટદેવ શ્રી રામ ભગવાન છે પરંતુ રોટલા ના રામ તો પૂજ્ય સંત શ્રી જલારામબાપા છે,  જ્યાં ટુકડો ત્યાં હરિ ઢુકડો જલારામ જ્યંતીની અગાવ સર્વેને શુભકામના પાઠવેલ હતી અને કહેલ આજેગુરૂવારે શ્રી જલારામબાપાની (૨૨૨ મી જલારામ જ્યંતી) હોય અને કથા માં પણ શ્રી વામન જન્મ, તથા   શ્રી રામ જન્મ, શ્રી કૃષ્ણ જન્મ હોય બેવડો આનંદ છે અને સાથોસાથ લોહાણાની નાત પણ છે, જય હૌ જલારામ, પૂજ્ય શાસ્ત્રી શ્રી અ કહેલ કે  ભાગવત કથા ઈ મરણ સુધારે છે અને રામ કથા જીવન સુધારે છે, ઠાકોરજી કોઈનું રૂણનો રાખે ભાગવત એમનેમ નથી આવતું અનેક જન્મોના પુણ્ય ભેગા થાય ત્યારે આ દિવ્ય પોથીજી   લઈને નીકળી શકો આ ગ્રથ છે ઈ ભકતો માટે ગવાયેલુ છે ભગવાને કીધું મારા હદયમાં ભકિત બિરાજીત છે તમારામાં ઈ ભકિત ભરેલી છે સારૂ બનવા માટે ભાગવત કથા માં તમે આવો છો બહુ બોલે છે ઈ સતસંગથી બોલે છે એની આયુષ્ય વધારે હોય છે  

 પૂજ્ય સંત શિરોમણી શ્રી જલારામબાપા ની ૨૨૨ મી જલારામ જ્યંતી) સાથોસાથ હોય અને સાંજે રામ જન્મ તેમજ શ્રી કૃષ્ણ જન્મ (નંદ મહોત્સવ, મટુકી ફોડ) જે કાર્યક્રમ અતિ આનંદ અને ઉત્સાહ પૂર્વક ભકિતમયના દિવ્ય માહોલ વચ્ચે આજે ઉજવાશે તો આજે સર્વે વેષ્ણવજનોને કથા શ્રવણ નો લાભ લેવા પધારવા કેશરીયા પરિવાર વાંકાનેર દ્વારા નિમંત્રણ છે જે યાદી શ્રી રાજુભાઈ કેશરીયા, હર્ષદભાઈ કેશરીયા, કેશરીયા પરિવાર દ્વારા જણાવાયું છે.(તસ્વીર અહેવાલઃ હિતેશ રાચ્છ, વાંકાનેર

(12:14 pm IST)