Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

નારણકામાં મેરજા પરિવાર દ્વારા કેન્સર અવરનેશ તથા ફ્રી મેડીકલ ચેકઅપ કેમ્પ : મંત્રી બ્રિજેશભાઇ મેરજા,રમેશભાઇ મેરજાનું સન્માન

પાટોત્સવ, સમૂહ પ્રસાદ, શોભાયાત્રાનું આયોજન : રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત

 (પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા. ૧૧ :  નારણકા ગામે મેરજા પરિવાર દ્વારા આયોજીત ધાર્મિક અવસરે કેન્સર અવરનેશ કેમ્પ તેમજ હીમોગ્લોબિન ચેકઅપ તથા ફી મેડીકલ ચેકઅપ કેમ્પ યોજાશે. જેનું ઉદ્ઘાટન કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ તથા મોરબી જિલ્લા પ્રભારી મંત્રી દેવાભાઇ માલમના વરદહસ્તે કરવામાં આવનાર છે.

અમેરીકા સ્થિત કુંડારીયા કેન્સર અવરનેશ ફાઉન્ડેશન દ્વારા જરૂરીયાતમંદ લોકો માટે કેન્સર અવરનેશ કેમ્પ, હીમોગ્લોબિન ચેકઅપ, ફ્રી દવા વિતરણ કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આજે નારણકા ગામે મેરજા પરિવાર દ્વારા યોજાયેલ ધાર્મિક પ્રસંગે પંચાયત, શ્રમ અને રોજગાર (સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસ મંત્રી તથા રમેશભાઇ મેરજા (આઇ.એ.એસ)નું કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ અને મોરબી જિલ્લા પ્રભારી મંત્રી દેવાભાઇ માલમના હસ્તે સન્માન થશે.

 મોરબી તાલુકાના નારણકા ગામે મેરજા પરિવારના કુળદેવી બહુચરાજી માતાજીના મંદિરે હળમતીયા, બગથરા, ધોરાળા, મહેન્દ્રનગર, માનસર, નારણકા અને ચમનપર સંહિતના ગામોના મેરજા પરિવારના લોકો એકત્ર થઇને પરિવારના સભ્ય એવા રમેશભાઇ મેરજા, આઇ.એ.એસ.બનતા તથા બ્રિજેશભાઇ મેરજાને રાજય મંત્રીમંડળમાં સ્થાન મળતાં આ બન્ને ભાઇઓનું સન્માન કરવાનો મેરજા પરિવાર દ્વારા કાર્યક્રમ રાખવામાં આવેલ છે.

આ તકે પાટોત્સવ અને સમૂહ પ્રસાદનું ભવ્ય આયોજન કરાયેલું છે, એટલું જ નહિ પણ ભવ્ય શોભાયાત્રા પણ નિકળનાર છે. આ કાર્યક્રમમાં રાજયના માનનીય કૃષિ મંત્રી રાધવજીભાઇ પટેલ તથા મોરબી  પ્રભારી તેમજ પશુપાલન અને ગૌસંવર્ધન રાજયકક્ષાના મંત્રી દેવાભાઇ માલમ, રાજયકક્ષાના પૂર્વ પંચાયત મંત્રી તથા ગુજરાત પ્રદેશ ભાજપા ઉપાધ્યક્ષ જયંતિભાઇ કવાડીયા, જિલ્લા ભાજપા પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, જિલ્લા ભાજપા મહામંત્રી રણછોડભાઇ દલવાડી, જેસંગભાઇ હુંબલ અને જયેન્દ્રસિંહજી જાડેજા ઉપરાંત જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઇ શિહોરા, ઉપ-મુખ જાનકીબેન કેલા તથા કારોબારી ચેરમેન જયંતિભાઇ પડસુંબિયા, મોરબી નગરપાલિકા પ્રમુખ કે.કે.પરમાર, ઉપ પ્રમુખ જયરાજસિંહ જાડેજા સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન સુરેશભાઇ દેસાઇ મોરબી શહેર ભાજપા પ્રમુખ લાખાભાઇ જારીયા મહામંત્રી રીપીપભાઇ કૈલા મોરબી તાલુકા ભાજપા પ્રમુખ અરવિંદભાઇ વાંસદડિયા, મહામંત્રી બચુભાઇ રાણા અને બચુભાઇ ગરચર, માળીયા(મી) તાલુકા ભાજપા પ્રમુખ મણીલાલ સરડવા અને મહામંત્રી અરજણભાઇ હુંબલ, મનીપભાઇ કાંજીયા ઉપરાંત માળીયા(મી.) તાલુકા પ્રભારી સુભાષભાઇ પડસુંબિયા વિગેરે સહિત ઉપસ્થિત રહેનાર છે. આ ઉપરાંત જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસ અધિક્ષક, જિલ્લા વિકાસ અધિકારી, નિવાસી નાયબ કલેકટર તેમજ જિલ્લા કક્ષાના અધિકારીઓ ઉપરોકત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર છે.

(12:12 pm IST)