Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

વાંકાનેરમાં પરીણિતાનો ગળે ફાંસો ખાઇ આપઘાત

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ૧૧: ગઇકાલે મુમનાશેરીના ખુણે રહેતા અસલમ રહીમભાઇ વડાવીયાની પત્નિ અનીસા એ યુવાન વયે ઘેર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા તેના બે માસુમ સંતાનો હસનૈન (પ વર્ષ) અને અલમીરા (ર વર્ષ) માતા વિહોણા બન્યા છે. ત્યારે જાણવા મળતી વિગત મુજબ મરનાર અનીસાની ફૂઇની દિકરીના લગ્ન હોઇ, તેની ફૂઇ તથા ફુવા અનીસાના ઘેર કંકોત્રી દેવા ગયેલ ત્યારે અનીસાના સસરા-સાસુ તથા તેની નણંદ અને નણદોઇ સાથે પોતાનો પતિ અસલમ હાજર હોઇ, પ્રસંગે જવાની ના પાડતા બે દિવસ પહેલા ભારે ઝઘડો થયો હતો જે અંગે અનીસાનો પતિ તેના બાળકો ને લઇ બહાર નીકળી જતા પાછળથી આ ઘટના બની હતી. જયારે મૃતકનો જેઠ અસલમ બંધાણી ભાગી ગયેલ છે જયારે પોલીસે મૃતકના પાંચ શખ્સોને આ કામમાં અટક કર્યાનું જાણવા મળે છે. આ ઘટનાથી મુમના શેરીમાં ભારે હોબાળો મચી ગયો છે.

(1:19 pm IST)