Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

અવારનવાર પાવર કાપથી લોકોને લોટ દળાવા ઓખા જવુ પડે છે

ઓખા બેટ પીજીવીસીએલની બેદરકારીથી પરેશાન

મીઠાપુર, તા., ૧૧: દેશ જયારે વિશ્વ ગુરૂ બનવા જઇ રહયું છે ત્યારે ઓખામંડળનું વિશ્વ પ્રસિધ્ધ બેટ દ્વારકા યાત્રાધામ ૧૮ મી સદી તરફ પીછે હઠ કરી રહયું છે. ઓખાથી પાંચ કિલોમીટર દરીયા રસ્તે આવેલ બેટ દ્વારકા પર ૧ર થી ૧પ હજારની વસ્તી ધરાવે છે. અહી  દરરોજ હજારોની સંખ્યામાં ભાવીકો પ્રવાસીઓ આવે છે.

તેમ છતા પણ અહીની પ્રજા પ્રાથમીક સુવિધાથી વંચીત છે. અહી પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર એમબીબીએસ ડોકટર વગરનું છે.

અહી શાળાઓ શિક્ષક વગરની છે. આટલેથી ઓછુ હોય તેમ પીજીવીસીએલની બેદરકારીથી અહી પ થી ૮ દિવસનો પાવર કાપ ઝીંકવામાં આવે છે. જેને કારણે લોટ દળવાના મિલો બંધ રહેતા લોકોને ઓખા સુધી ધક્કા ખાવા પડે છે. પીજીવીસીએલમાં ફરીયાદ કરીએ તો એક જ જવાબ મળે છે  જયાં સુધી પુલ નહી બને ત્યાં સુધી આ પરેશાની રહેશે.

(11:39 am IST)