Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

જામજોધપુરમાં જુગાર દરોડા : નવ ઝડપાયા

જામનગર-જામજોધપુર તા. ૧૧ :.. જીલ્લાના પોલીસ વડા દિપન ભદ્રનની સુચના તથા જામનગર ગ્રામ્ય ડિવીઝનના ના. પો. અધિ. મહેન્દ્રસિંહ સોલંકીના માર્ગદર્શન મુજબ જામજોધપુર પો. સ્ટે.ના ઇ.ચા. પોલીસ ઇન્સપેકટર આર. જી. ચૌધરીની સુચનાથી તથા ટાઉનબીટ તથા સર્વેલન્સના પો. સ્ટાફના માણસો જામજોધપુર પો. સ્ટે. વિસ્તારમાં જૂગાર તથા પ્રોહી. ના કેસો શોધી કાઢવા માટે પેટ્રોલીંગમાં હતાં.

દરમ્યાન ટાઉનબીટ સ્ટાફના પોલીસ હેડ કોન્સ. અનોપસિંહ ભીખુભા જાડેજાને બાતમી મળેલ કે સિધ્ધેશ્વર મહાદેવના મંદિરે જવાના રસ્તે નદીના કાંઠે જાહેર રોડ ઉપર અમુક ઇસમો જૂગાર રમી રમાડે છે જે હકિકત આધારે રેઇડ કરી તેની રોકડા રૂ. ૧૦પ૩૦ મુદામાલ સાથે પકડેલ અને તેના વિરૂધ્ધ પો. કોન્સ. દીલીપસિંહ વાઘુધા જાડેજા જામજોધપુર પોલીસ સ્ટેશનની ફરીયાદ આધારે પોલીસ હેડ કોન્સ. અનોપસિંહ ભીખુભા જાડેજાએ જુગાર ધારા કલમ-૧ર મુજબ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

પકડાયેલ આરોપીઓના નામ (૧) નટવરભાઇ ઉર્ફે અતુલ મગનભાઇ પરમાર રજપૂત  ઉ.વ.ર૭ ધંધો મજૂરી રહે. વેલનાથ મંદિરની આગળ ઘાસના ગોડાઉન પાસે, (ર) શૈલેષભાઇ ઉર્ફે મનોજ દેવજીભાઇ કારડીયા, કારડીયા રાજપૂત ઉ.વ.૩૪ ધંધો, મજૂરી રહે. સિધ્ધેશ્વર મંદિર સામે, (૩) રવિભાઇ મનુભાઇ ઓળવિયા ચુનારા ઉ.૩૧ ધંધો મજૂરી રહે. જનતા હોટલની બાજુમાં ખરાવાડ (૪) વિનોદભાઇ રમસંગભાઇ ઓળવીયા ચુનારા   ઉ.વ.૪ર ધંધો મજૂરી રહે. ધ્રાફા રોડ ઇટુના ભઠ્ઠા પાસે, (પ) ભરતભાઇ ગભરૂભાઇ ઓળવિયા ચુનારા ઉ.૪૦ ધંધો મજૂરી રહે. ખરાવાડ (૬) નિતીનભાઇ કાન્તીભાઇ રાઠોડ ચુનારા ઉ.વ.રપ ધંધો મજૂરી રહે. ઘાસના ગોડાઉન પાસે નદિના કાંઠે છે.

તેમજ સર્વેલન્સ સ્ટાફના પોલીસ હેડ કોન્સ. પ્રજ્ઞરાજસિંહ પી. જાડેજાને ખાનગી રાહે બાતમી મળેલ કે અંબાવી પંચાણ નામની દુકાન પાસે રોડ પર બસીર એક ઇસમ વર્લી મટકાના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરી નસીબ આધારીત જૂગાર રમી રમાડે છે જે હકિકત આધારે મજકૂર ઇસમો ઉપર રેઇડ કરી તેની પાસેથી વર્લી મટકાના આંકડા લખેલ કાપલી નંગ ૧ કિ. રૂ. ૦૦ તથા બોલપેન નંગ ૧ કિ. રૂ. ૦૦ તથા રોકડા રૂ. ૬૧૧૦ એમ કુલ મુદામાલ રૂ. ૬૧૧૦ સાથે તેના વિરૂધ્ધ પો. કો. રાકેશભાઇ ભનાભાઇ ચૌહાણ જામજોધપુર પોલીસ સ્ટેશનની ફરીયાદ આધારે પોલીસ હેડ કો. પ્રજ્ઞરાજસિંહ પી. જાડેજાએ જૂગાર ધારા કલમ -૧ર (આ) મુજબ  (૧) બસીર અહેમદભાઇ સમા કસાઇ ઉ.વ.૪૩ ધંધો વેપાર રહે. રબારીયા કતલખાના પાસે સામે કાર્યવાહી કરી છે અને (ર) રફીક કાદરભાઇ કટારીયા રહે. રબારીયા ફરાર થઇ ગયેલ છે.

આ કામગીરી જામજોધપુર પો. સ્ટે.ના ઇ.ચા. પોલીસ ઇન્સ્પેકટર આર. જી. ચૌધરી તથા પો. હેડ કોન્સ. અનોપસિંહ ભીખુભા જાડેજા તથા પો. હેડ કોન્સ. પી. પી. જાડેજા તથા પો. હેડ કો. ડી. બી. લાઠીયા તથા પો. કો. રાકેશભાઇ ભનાભાઇ ચૌહાણ તથા પો. કો. દીલીપસિંહ વાધુભા જાડેજા તથા પો. કો. રૂષીરાજસિંહ રણજીતસિંહ વાળા તથા વિમલભાઇ રામભાઇ વૈરૂ તથા દ્વારા કરેલ છે.

 દરમ્યાન સ્ટાફના પો.હેડ કોન્સ. પ્રજ્ઞરાજસિંહ પી.જાડેજાને બાતમી મળેલ કે જામજોધપુર ટાઉનના લીમડાચોક ખાતે અમુક ઇસમો જાહેર રોડ ઉપર હાલમાં આબુધાબી ખાતે રહેલ ન્યુજીલેન્ડ  તથા ઇન્ગ્લેન્ડ વચ્ચે ર૦-ર૦ ક્રીકેટ વર્ડ કપની સેમી ફાઇનલ મેચ ઉપર પોતાના ફોન દ્વારા ક્રીકેટનો સટ્ટો રમી પૈસાની હારજીત અંગેનો જુગાર રમી રહેલ છે. તેવી હકીકત આધરે રેઇડ કરી ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા રોકડ રૂપીયા તથા મોબાઇલ ફોન મળી કુલ મુદામાલ કી. રૂ. ૧૩,૦૦૦ સાથે (૧) રફીક કાદરભાઇ કટારીયા ખાટકી ઉ.૩૦ ધંધો મજુરી રહે ખાટકી વાડો દરગાહનીસામે (ર) લીયાકતભાઇ અહમદ રઝા ખાન પઠાણ ઉ.પપ ધંધો વેપાર રહે આંબેડકર રોડ પરને પકડેલ છ.ે અને ઇકબાલ ઉમર સમા તથા (ર) હેમતભાઇ ફરાર થઇ ગયેલ છે.

આ કામગીરી પો.સ.ઇ. એસ.પી.સોઢાના માર્ગદર્શન મુજબ પો.હેડકોન્સ પ્રજ્ઞરાજસિંહ પ્રદ્યુમનસિંહ જાડેજા તથા પો.હેડ કોન્સ ધર્મેન્દ્રસિંહ ડી.લાઠીયા દ્વારા કરેલ છ.ે

(11:38 am IST)