Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

પૂ.જલારામબાપા બાળપણથી જ ભજન-ભકિત અને સંતોની સેવા કરતા

(હિતેશ રાચ્છ દ્વારા) વાંકાનેર,તા. ૧૧: સોરઠ ભૂમિ સૌરાષ્ટ્રની અને ત્યાં અનેક સંતોના બેસણાથી પાવન બનેલી આ ભૂમિ સૌરાષ્ટ્રની છે જયાં તીર્થરાજ વીરપુરધામની પાવન ભૂમિમાં માત્ર સૌરાષ્ટ્ર , ગુજરાત જ નહીં પરંતુ દેશ, વિદેશના લાખો લોકોને પાવન કરવા આવા દિવ્ય માનવ સેવાના વ્રતધારી પરમ પૂજય સંત શિરોમણી શ્રી જલારામબાપાનો જન્મ વીરપુરમાં ૧૮૫૬ની સાલમાં કારતક સુદ સાતમના રોજ થયો અને પૂજય સંત શિરોમણી શ્રી જલારામબાપાને નાનપણ થી જ હરિ ના નામની હેડકી ઉપડી ગઈ તેવો બચપણ થી 'રામ'ના નામનુ રટણ કરતા હતા અને સાધુ સંતોની સેવામા કાયમ મસ્ત રહેતા હતા.

નાની ઉંમરમાં શ્રી વીરબાઇમાં સાથે લગ્ર કર્યા પરંતુ બાપા નુ જીવન સદાય ભજન ભકિતમાં લીન રહેતું હતું પછી વીરબાઇમાં પણ રોટલા બનાવી સાધુ સંતો ને જમાડતા હતા. જલારામબાપા અને વીરબાઇમાં પોતે વાડીએ કામ કરવા જાય અને એમાં જે દાણા આવે તેમાંથી સાધુ સંતોને જમાડતા એકવાર ચાલીસ માપ દાણા થયા એટલે પૂજય બાપા એ વીરબાઇમાંને કહ્યું ભંડારી આટલા દાણા આપણે શું કરીશું, ત્યારે વીરબાઇમાં બોલ્યા આપણી શુ આજ્ઞા છે કહો, ત્યારે બાપા એ કહેલ અહીંયા આપણે સાધુ સંતો માટે ગરીબો માટે અન્નક્ષેત્ર સદાવ્રત ચાલુ કરીયે પૂજય જલારામબાપા પોતાના ગુરૂદેવ શ્રી ભોજલરામબાપા પાસે ગયા અને સદાવ્રત ચાલુ કરવાની વાત કરી ગુરૂદેવ ના આશીર્વાદ મળ્યા અને વીરપુરધામ ની પાવન ભૂમિમાં આજથી (૨૦૨ વર્ષ) સદાવ્રત શરૂ કરેલ જે આજે પણ આ જગ્યામાં પૂજય બાપા ના દરબારમાં માત્ર સૌરાષ્ટ્ર, ગુજરાત, મહારાષ્ટ્ર જ નહીં પરંતુ દેશ વિદેશમાંથી વીશાળ સંખ્યામાં ભાવિક ભકતજનો પૂજય બાપા ના દર્શન કરવા તીર્થરાજ વીરપુરધામની પાવન ભૂમિમાં સંત શિરોમણી શ્રી જલારામબાપા ના દર્શન કરીને તન , મનને શાંતિ મેળવી ધન્યતા અનુભવે છે અને હજારો ભાવિકો વીરપુરમાં બાપાના મંદિરમાં ચાલતા મહા પ્રસાદનો લાભ લ્યે છે.

પૂજય જલારામબાપા વિષે તો શુ લખીયે એમના પરચા અપરપાર છે , જયાં સાધુ બનીને પૂજય બાપા પાસે 'શ્રી વીરબાઇમાં માં ની માંગણી સેવા માટે કરી' અને પૂજય બાપા એ સેવા માટે વીરબાઇમાં ને ઈ સંત ને સોંપ્યા પછી થોડે દૂર જતા આ સંતે શ્રી વીરબાઇમાં ને 'ઝોળી અને ધોકો' આપી અલોંકિક થઈ ગયા પછી આકાશવાણી થઈ અને પૂજય બાપા ને આ વાત ની જાણ એક ગાડાંવાળા એ કરી પછી ફરી શ્રી વીરબાઇમાંને વાજતે ગાજતે વીરપુર લાવ્યા ઈ ખુદ 'હરિ' આ જગ્યામાં પધાર્યા હતા આજે પણ બાપાના મંદિરમાં 'ઝોળી અને ધોકો'છે એવી જ રીતે મંદિર બન્યા પહેલા એક સંત પધારેલા અને કહેલ આ જગ્યા માં ત્રીજા દિવસે અહીંયા શ્રી હનુમાનજીની મૂર્તિ પ્રગટ થશે ત્યારબાદ બાપા એ મંદિર બધાવ્યું. જયાં ગંગા જમના પણ આવેલા છે,, પૂજય બાપા એ અનેક લોકોના કામ કર્યા હતા અનેક લોકોને બીમારીમાંથી સાજા કર્યા હતા. 'બાપા' કહેતા આ મારા રામ અને ઠાકોરજી કરે છે. આજે તીર્થરાજ વીરપુરધામની પાવન ભૂમિમાં દરરોજ હજારો ભાવિક ભકતજનો બાપાના દર્શનાથે પધારે છે અને તન, મનને શાંતિ મેળવી ધન્યતા અનુભવે છે આજે ભલે આ સંત આપણી વચ્ચે હાજરનો હોય પરંતુ ભકતોના હદયમાં આજે પણ અમર જ છે આજે પણ પૂજય સંત શ્રી જલારામબાપા સૌ ઉપર કૃપા દ્રષ્ટિ વરસાવી રહયા છે.

(11:37 am IST)