Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર કારની ઠોકરે રાહદારી વિહાભાઇ મુંધવાનું મોત

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. ૧૧ : મોરબી-વાંકાનેર હાઈવે પર અકસ્માતોના બનાવો અટકવાનું નામ નથી લઇ રહ્રયા હાઈવે જાણે કે અકસ્માત ઝોન બની ગયો હોય તેમ અવારનવાર અકસ્માતો સર્જાતા હોય છે જેમાં તાજેતરમાં એક કારના ચાલકે રાહદારી વૃદ્ધને હડફેટે લેતા વૃદ્ધનું મોત થયું હતું

મોરબી-૨ કુબેર ટોકીઝ પાછળ રહેતા હિતેશભાઈ રાજુભાઈ મુંધવાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે તેના ભાઈજી વિહાભાઇ હરજીભાઈ મુંધવા (ઉ.વ.૬૫) વાળા મોરબી નજીક હાઈવે પર કુબેર ટોકીઝ પાસે ચાલતા રોડ ક્રોસ કરતા હોય ત્યારે કાર જીજે ૩૬ એલ ૨૨૧૮ ના ચાલક મહેન્દ્રભાઈ કાવરે વૃદ્ધને અડફેટે લીધા હતા જે અકસ્માતમાં વિહાભાઇને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું બી ડીવીઝન પોલીસે કારચાલક વિરુદ્ધ અકસ્માતની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(11:37 am IST)