Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

વાંકાનેરમાં શ્રી ફલેશ્વર મહાદેવ મંદિરમાં પૂ.જલારામબાપાની જન્મજયંતિ નિમિત્તે રાત્રે ભકિત સંધ્યા કાર્યક્રમ

(હિતેશ રાચ્છ દ્વારા) વાંકાનેર, તા.૧૧: વાંકાનેરમાં જડેશ્વર રોડ ઉપર આવેલ વર્ષો પુરાણી ઐતિહાસિક પૂજય સંતશ્રી મુનિબાવાની જગ્યા 'શ્રી ફ્લેશ્વર મહાદેવ મંદિર'નુ પ્રાચીન મંદિર આવેલું છે જયાં પરમ પૂજય વંદનીય સંત શિરોમણી શ્રી જલારામબાપાનુ પણ મંદિર આવેલું છે તેમજ બીજા બે શિવાલય મંદિર, શ્રી રામજી મંદિર, પૂજય સદગુરૂદેવ શ્રી રામકિશોરદાસજીબાપુનુ મંદિર, અલખનો ધુણો તેમજ ગૌશાળા આવેલી છે જયાં આજરોજ શ્રી જલારામબાપાની (૨૨૨મી જલારામ જયંતી)ના પાવન પુણ્યશાળી દિવ્ય અવસરે તા.૧૧/૧૧/૨૧ને ગુરૂવારના રોજ પૂજય બાપાના મંદિરમાં અનોખા પુષ્પો ના શણગાર દર્શન કરવામાં આવેલ છે તેમજ આજરોજ સવારે ૧૦:૩૦ વાગ્યે પૂજય સંત શ્રી જલારામબાપાનુ વિશેષ પૂજન અર્ચનવિધિ ભકિતમયના દિવ્ય માહોલ વચ્ચે શાસ્ત્રી શ્રી મેહુલભાઈ મહારાજે કરાવેલ હતું જે પૂજાવિધિ પૂજય બાપાના અનન્ય ભકતજન સમીર ટ્રેડર્સવાળા શ્રી બાબભાઇ લાખાણી તથા લાખાણી પરિવાર તેમજ શ્રી ફળેશ્વર મંદિરના સંચાલક શ્રી વિશાલભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ હતું આ ઉપરાંત આજરોજ શ્રી જલારામ જયંતી ના પાવન રૂડા અવસરે શ્રી જલારામ મંદિરમાં સાંજે 'દીવડાઓ સાથે દીપમાળા સાથે દિવ્ય બાપા' મહા આરતી કરવામાં આવશે તેમજ સાંજે ૫: ૦૦ કલાકે 'બટુક ભોજન' રાખેલ છે, આ ઉપરાંત રાત્રે ૯:૩૦ કલાકે 'ભવ્ય ભકિત સંધ્યા'નો કાર્યક્રમ રાખેલ છે જે ભકિત સંધ્યા કાર્યક્રમમાં વાંકાનેરના સુપ્રસિદ્ઘ 'શ્યામ ધૂન મંડળ'ના ભાવિક, ભકતજનો ભકિત ગીતો, ધૂન, ભજન, અને સકીર્તનની અનેરા સંગીતની શેલી સાથે ફ્લેશ્વર મહાદેવ મંદિર ના પટાગણમાં રંગત જમાવશે જે કાર્યક્રમનો શુભ પ્રારંભ મંગલમય 'દિપ પ્રાગટીય વિધિ' શ્રી ગાયત્રી મંદિરના મહંત શ્રી અશ્વિનભાઇ રાવલ, તેમજ જાણીતા ભગવતાચાર્ય પરમ પૂજય શાસ્ત્રી શ્રી અનિલપ્રસાદજી જોષી, તેમજ ફ્લેશ્વર મંદિરના સંચાલક શ્રી વીશાલભાઈ પટેલ દ્વારા કરવામાં આવશે આ પ્રંસગે સંતોના આશિવર્ચન બાદ શ્યામ ધૂન મંડળના ભાવિક ભકતજનો અનેરા સંગીતની શેલી સાથે ભકિત ગીતો, ધૂન, ભજન, સકીર્તનની રંગત જમાવશે, આ ઉપરાંત આજરોજ જોગનુજોગ આ જગ્યાના બ્રહ્મલિન મહંત પૂજય શ્રી પટેલબાપુની પ્રથમ પુણ્યતિથિ હોય આજે સ્વં શ્રી પટેલબાપુ નુ પૂજન પણ સવારે શ્રી ફળેશ્વર મહાદેવ સેવા સમિતી દ્વારા કરવામાં આવેલ હતું તેમજ આજરોજ બપોરે 'ભૂદેવોનો ભંડારો'નુ આયોજન કરવામાં આવેલ તેમજ સ્વં શ્રી પટેલબાપુ અર્પણ આ જગ્યામાં અનેક સત સેવાના ધર્મ કાર્યો, સંતો ની સેવા, સંતો ને ભોજન, ગૌશાળા માં ગાયોની સેવા તેમજ દરેક વિકટ પરિસ્થિતિ માં લોકોને મદદરૂપ થતા હતા, કોરોનાકાળ માં તેવોએ શ્રી ફળેશ્વર મંદિર ના સેવક સમુદાય, ભકત સમુદાય ના સહકાર થી વાંકાનેર શહેર તેમજ રાજકોટ માં પણ ઝુંપડપટી વિસ્તાર સહિત હજારો કીટ નુ વિતરણ કરેલ,, જેમને અનેક માનવ સેવાના ભગીરથ કાર્યો જીવનભર કર્યા હતા આજે શ્રી પટેલબાપુ ને પ્રથમ પુણ્યતિથિ નિમિતે શ્રદ્ઘાંજલી અર્પિત કરવામાં આવેલ હતી આજે પણ શ્રી ફળેશ્વર મંદિર માં સંત શ્રી જલારામબાપા, સંત શ્રી રામકિશોરદાસબાપુ અને શ્રી રામજી, ફળેશ્વર મહાદેવ ની અસીમ કૃપાથી સંત સેવા, સંતોને ભોજન, ગૌશાળામાં ગાયોની સેવા તેમજ દર ચાર તારીખે રાત્રે ધૂનનો કાર્યક્રમ થાય છે આજરોજ શ્રી જલારામબાપાની (૨૨૨મી જલારામ જયંતી) હોય આજે રાત્રે 'ભકિત સંધ્યા'ના કાર્યક્રમમાં સર્વે ભાવિક ભકતજનોને પધારવા શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર સેવા સમિતી દ્વારા ભાવભર્યુ નિમંત્રણ છે.

(11:36 am IST)