Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

મોરબી : રોજગારવાંચ્છુ ઉમેદવારો પ્રોફાઇલ એપ્રુવ કરાવવા રોજગાર કચેરીનો સંપર્ક કરવો.

અનુબંધમ્ વેબપોર્ટલ પર ઉમેદવાર રોજગાર કચેરી ખાતે જાતે ઉપસ્થિત રહી પોતાની પ્રોફાઇલ એપ્રુવ કરાવવાની રહેશે.

જિલ્લા રોજગાર કચેરી ખાતે રોજગારવાંચ્છુ નોંધાયેલ ઉમેદવારોનો ડાટા અપલોડ કરવામાં આવેલ છે, જેને ઉમેદવારોએ જાતે ચકાસી, આધાર કાર્ડ અને ફોટો અપલોડ કરી પ્રોફાઇલ એપ્રુવ કરવાની રહે છે. રોજગાર કચેરીની રોજગારલક્ષી સેવાઓ સારી રીતે મળી રહે તે માટે પ્રોફાઇલ એપ્રુવ કરવું જરુરી છે

તેથી મોરબી ખાતે નોંધાયેલ તમામ ઉમેદવારોએ આગામી તા. ૧૮/૧૧/૨૦૨૧ સુધીમાં રોજગારવાંચ્છુ ઉમેદવારોએ પોતાની પ્રોફાઇલ એપ્રુવ કરાવવા રોજગાર કચેરી, નવુ સેવા સદન, સો-ઓરડી, મોરબી ખાતે ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે. વધુ વિગત માટે કોલ સેન્ટર નં.૬૩૫૭ ૩૯૦ ૩૯૦ અથવા ફોન નં.૦૨૮૨૨ ૨૪૦૪૧૯ નો સંપર્ક કરવા જિલ્લા રોજગાર અધિકારી બી.ડી. જોબાનપુત્રાની યાદીમાં જણાવાયું છે.

ઉલ્લેખનીય છે કે, રોજગારલક્ષી સેવાઓ માટે ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં “અનુબંધમ” વેબ-પોર્ટલ અને મોબાઇલ એપનું લોકાર્પણ કરવામાં આવેલ છે. જેથી રોજગાર વાંચ્છુ ઉમેદવારોને રોજગાર લક્ષી તમામ સેવાઓ પોર્ટલ/વેબ સાઇટ https: // anubandham. gujarat.gov.in/home પર ઉપલબ્ધ થયેલ છે

(10:49 am IST)